ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર વસંત રાયજીએ ઉંમરની સદી કરી પૂરી, કેક લઈને પહોંચ્યા સચિન-સ્ટીવ વો
ભારતના સૌથી મોટી વયના પ્રથમ શ્રેણીના ક્રિકેટર વસંત રાયજીએ શનિવારે પોતાના જીવનની સદી પૂરી કરી હતી. જમણેરી બેટ્સમેન રાયજી 100 વર્ષના થઈ ગયા છે.
મુંબઈઃ ભારતના સૌથી મોટી વયના પ્રથમ શ્રેણીના ક્રિકેટર વસંત રાયજીએ શનિવારે પોતાના જીવનની સદી પૂરી કરી હતી. જમણેરી બેટ્સમેન રાયજી 100 વર્ષના થઈ ગયા છે. તેમણે 1940ના દાયકામાં 9 પ્રથમ શ્રેણીની મેચ રમી હતી, જેમાં 277 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 68 રન હતો. ઈતિહાસકાર રાયજી ત્યારે માત્ર 13 વર્ષના હતા જ્યારે ભારતે દક્ષિણ મુંબઈના બોમ્બે જિમખાનામાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી.
તેઓ ભારતીય ક્રિકેટની સંપૂર્ણ યાત્રાના સાક્ષી રહ્યાં છે. તેઓ બંબઈ (હવે મુંબઈ) અને બરોડા માટે રમતા હતા. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોની સાથે રાયજીને મળવા ગયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube