ટોક્યોઃ ભારતનું ટોક્યો ઓલિમ્પિકમાં પ્રદર્શન અત્યાર સુધી ખાસ રહ્યું નથી. ઓલિમ્પિક શરૂ થયાના બીજા દિવસે વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યા બાદ ભરતના હાથમાં અત્યાર સુધી બીજો મેડલ આવ્યો નથી. ભારતીય મહિલા બોક્સર પૂજા કુમારીએ 75 કિલો વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તો આર્ચરીમાં દીપિકા કુમારી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ બંને પાસે ભારતને મેડલની આશા છે. આ સિવાય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ભારતીયોને નિરાશ કર્યા નહીં. સિંધુએ હોંગકોંગની ચીયૂંગ નગન યીને 21-9, 21-16થી પરાજય આપી પ્રી-ક્વાર્ટરમાં સ્થાન મેળવી લીધું છે. હોકીમાં ભારતીય મહિલા ટીમે બ્રિટન સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટોક્યો ઓલિમ્પિકના સાતમાં દિવસે ભારતના આ એથ્લીટો એક્શનમાં જોવા મળશે. ગુરૂવાર 29 જુલાઈ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્ચરી
અતનુ દાસ વિરુદ્ધ દેંગ યૂ ચેંગ (ચીની તાઇપે), મેન્સ સિંગલ્સ અંતિમ 32 એલિમિનેશન મેચ, સવારે 7.30 કલાકે.


બેડમિન્ટન
પીવી સિંધુ વિરુદ્ધ મિયા બ્લિચફેલ્ટ (ડેનમાર્ક), મહિલા સિંગસ્લ, અંતિમ 16. સવારે 6.15 કલાકે. 


બોક્સિંગઃ
સતીષ કુમાર વિરુદ્ધ રિકાર્ડો બ્રાઉન (જમૈકા), મેન્સ પ્લસ 91 કિલો, અંતિમ 16. સવારે 8.15 કલાકે. 
એમસી મેરીકોમ વિરુદ્ધ ઇન્ગ્રિટ લોરેના વાલેંશિયા (કોલંબિયા), મહિલા 51 કિલો, અંતિમ-16. બપોરે 3.35 કલાકે. 


ઘોડે સવારી
ફૌવાદ મિર્ઝા. સવારે 6 કલાકે. 


ગોલ્ફ
અનિર્બાન લાહિડી અને ઉદયન માને, પુરૂષોનો વ્યક્તિગત સ્ટ્રોક પ્લે. સવારે 4 કલાકે. 


હોકી
ભારત વિરુદ્ધ આર્જેન્ટીના, પુરૂષ ગ્રુપ-એ મેચ. સવારે 6 કલાકે. 


નૌકાયન
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ. પુરૂષોની લાઇટવેટ ડબલ સ્કલ્સ (ક્લાસીફિકેશન) સવારે 5.0 કલાકે. 


સેલિંગ
કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષોની સ્કિફ.
નેત્રા કુમાનન, મહિલાઓની લેસર રેડિયલ રેસ.
વિષ્ણુ સરવનન, પુરૂષોની લેસર રેસ.


શૂટિંગ
રાહી સરનોબત અને મનુ ભાકર, મહિલાઓની 25 મીટર પિસ્તોલ ક્વોલીફિકેશન. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube