મુંબઈઃ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ઈજા થયા બાદ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું કે, ભારતને વિશ્વ કપ ટીમમાં યુવા રિષભ પંતને લાવવો જોઈએ. ધવનને અંગૂઠામાં ઈજા છે અને આ કારણે તેની વિશ્વ કપમાં રમવા પર શંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટરસને ટ્વીટ કરીને લખ્યું, ''શિખર વિશ્વ કપથી બહાર થઈ ગયો છે. જલ્દીથી પંતને પ્લેનમાં બેસાડો. લોકેશ રાહુલ પાસે ઓપનિંગ કરાવો અને પંતને નંબર-4 પર લઈને આવો. જ્યાં એક તરફ ચર્ચાઓ છે કે ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે તો ટીમ મેનેજમેન્ટ તેની સ્થિતિને લઈને ખાતરી નથી અને આ કારણે તે ધવનના વિકલ્પના નામની જાહેરાત કરવા પર અંતિમ નિર્ણય કરી શકતું નથી. નિયમો પ્રમાણે, જો કોઈ અન્ય ખેલાડીના નામની જાહેરાત ધવનની જગ્યાએ કરવામાં આવે તો ડાબા હાથનો આ બેટ્સમેન ફરીથી ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. 


ફ્રેક્ચરની જાણ સીટી સ્કેનથી થઈ છે પરંતુ એક્સ-રેમાં કોઈ પ્રકારના ફ્રેક્ચરનો ઉલ્લેખ નથી. આ કારણે ધવન આગળની તપાસ માટે લીડ્સ રવાના થઈ ગયો છે. એવા સમાચાર આવી રહ્યાં છે કે ધવનના વિકલ્પની જાહેરાત કરતા પહેલા ટીમ મેનેજમેન્ટ ધવનની ઈજા અને તેની વાપસીના સમયને લઈને ખાતરી કરવા ઈચ્છે છે. 


World Cup 2019: ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી એકપણ મેચ જીતી શક્યું નથી ભારત

ભારતીય પસંદગીકારોએ અંબાતી રાયડૂ, રિષભ પંત, નવદીપ સૈની, ઈશાંત શર્મા અને અક્ષર પટેલને રિઝર્વ ખેલાડીઓ તરીકે રાખ્યા છે. ધવનના સ્થાન પર ટીમમાં આમાંથી ગમે તેની પસંદગી થઈ શકે છે પરંતુ પંતનું નામ ધવનના વિકલ્પ તરીકે સૌથી આગળ છે. ધવનની ગેરહાજરીમાં લોકેશ રાહુલ ઈનિંગની શરૂઆત કરી શકે છે.