ચારે તરફ ઈન્ડિયા-ઈન્ડિયાના નારા, ઢોલ-ફટાકડાની ગુંજ, વિશ્વકપ જીત્યા બાદ દેશમાં દીવાળી જેવો માહોલ
ટી20 વિશ્વકપના ફાઈનલ મુકાબલામાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચી દીધો છે. ત્યારબાદ દેશભરમાં જશ્નનો માહોલ છે. ગુજરાત સહિત દેશમાં લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ ભારતે 17 વર્ષ બાદ જીત્યો છે. ભારતની જીત સાથે ગુજરાત સહિત દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી રહ્યાં છે.
ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ જીત્યો છે. આ જીતમાં ભારતના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ચાર ઓવરમાં હાર્દિક, બુમરાહ અને અર્શદીપે મેચનું પાસું પલટી નાખ્યું હતું.
કેરલમાં જીતની ઉજવણી
બાર્બાડોસઃ ભારતીય ક્રિકેટ ટીમે આશરે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. રોમાંચક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમવાર આઈસીસી ટ્રોફી જીતી છે. ભારતની આ જીતની કહાની છેલ્લી ચાર ઓવરમાં લખવામાં આવી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે આફ્રિકા મેચ જીતી જશે પરંતુ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે જે રીતે વાપસી કરી તે પ્રશંસાપાત્ર છે. જ્યારે મહત્વના સમયે આફ્રિકા ચોકર્સ સાબિત થયું છે.