કેપટાઉન: સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો. બંને ઈનિંગ્સમાં ભારતીય ટીમના બધા બેટ્સમેન કેચ આઉટ થયા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું જ્યારે બંને ઈનિંગ્સમાં એક ટીમના બધા બેટ્સમેન કેચ આઉટ થયા હોય. ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ રેકોર્ડ બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ વખત 19 વિકેટ કેચ આઉટથી થઈ:
ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલાં પાંચ વાર એવું થયું છે જ્યારે 19 વિકેટ કેચ આઉટ થઈ. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 1982/83માં બ્રિસ્બેનમાં, 2009/10માં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા, 2010/11માં સાઉથ આફ્રિકા અને ભારત, ઈંગલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 2013/14ની મેચ, 2019/20માં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચમાં 19 વિકેટ કેચ આઉટ થયા હતા.


કેપટાઉનમાં રમાયેલી મેચમાં બધી વિકેટ કેચ આઉટથી થઈ:
ભારતીય ટીમે પહેલા દાવમાં 223 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં 198 રનમાં ઓલ આઉટ થઈ. ભારતના તમામ ખેલાડીઓ કેચ આઉટથી થઈ. ભારત તરફથી ઋષભ પંતની સદી છતાં ભારતની આખી ટીમ માત્ર 198 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.