Ind Vs SL, Team Announcement: ભવિષ્ય માટે એક્શન શરૂ, પુજારા- રહાણે સહિત આ 4 સીનિયર્સની ટીમમાંથી બાદબાકી
શ્રીલંકા વિરુદ્ધ ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાએ જાહેરાત કરી લીધી છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બન્ને ખેલાડી હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા. પુજારા- રહાણે સિવાય ઝડપી બોલર ઈશાંત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.
Ind Vs SL, Team Announcement: શ્રીલંકા વિરુદ્ધ ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાએ જાહેરાત કરી લીધી છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બન્ને ખેલાડી હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા. પુજારા- રહાણે સિવાય ઝડપી બોલર ઈશાંત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.
રણજી ટ્રોફીમાં રમશે પુજારા રહાણે
ચેતન શર્માએ ટીમની જાહેરાત કરતા જણાવ્યું છે કે, ભારત સત્તાવાર રીતે ટ્રાંજિશન ફેઝમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ટેસ્ટ ટીમમાં રહાણે, પુજારા, ઈશાંત અને સાહા નથી. હવે વિહારી, ગિલ અને શ્રેયસને કમબ્રેક કરવાનો સમય આવી ચૂક્યો છે.
ચેતન શર્માએ વધુમાં જણાવ્યું કે, અમે પુજારા, રહાણે, સાહા, ઈશાંતને રણજી ટ્રોફી રમવા માટે છૂટ આપી છે. અમે રહાણે-પુજારાને કહ્યું છે કે બે ટેસ્ટ મેચ માટે તેમના વિશે વિચાર નહીં કરે. અમે કોઈના માટે દરવાજા બંધ કરી રહ્યા નથી. રન બનાવો, વિકેટ લો અને દેશ માટે રમો... મને આશા છે કે તેઓ જબરદસ્ત વાપસી કરશે.
પહેલા વાઈસકેપ્ટનશીપ છીનવાઈ, હવે ટીમમાંથી OUT
છેલ્લા 12 મહિના રહાણે માટે પડકારજનક રહ્યા હતા. વર્ષ 2021માં 33 વર્ષીય રહાણે એ 13 ટેસ્ટ મેચોમાં 20.83ની નિરાશાજનક સરેરાશથી માત્ર 479 રન બનાવ્યા હતા. જેના કારણે ક્રિકેટની રમતના સૌથી લાંબા ફોર્મટમાં ભારતના ઉપ કેપ્ટન તરીકે તેનું પદ છીનવાઈ ગયું હતું. હવે ટેસ્ટ ટીમમાંથી પણ તેને હાલ પુરતો આઉટ કરી દેવામાં આવ્યો છે.
પુજારાની દીવાલમાં પડ્યું બોકારું
વર્ષ 2021માં ચેતેશ્વર પુજારા એ 14 ટેસ્ટમાં 28.08ની સરેરાશથી 702 રન બનાવ્યા હતા. તે દરમિયાન 6 વાર અડધી સદી ફટકારી, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 34.17નો રહ્યો. ખરાબ સ્ટ્રાઈક રેટ માટે તેમને ઘણી વખત નિંદાઓનો સામનો કરવો પડ્યો. ઈશાંત શર્માની વાત કરીએ તો, તેમનું ફોર્મ પણ ખાસ રહ્યું નથી અને તે ફિટનેસ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે ઋદ્ધિમાન સાહાની વધતી ઉંમરને જોતા બીસીસીઆઈ એ કેએસ ભરતને ટીમમાં સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે.
શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પિયાંક પંચાલ, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્ર અશ્વિન, રવીંદ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર