નવી દિલ્હી: બીસીસીઆઇ (BCCI) તરફથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની હોમ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ આ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ આ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીઓની રાહ જોઈ છે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. જ્યારે ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન હશે. આ સાથે જ કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરશે.


આ ટેસ્ટ સીરીઝ માટે રિદ્ધિમાન સાહાને વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે બેકઅપ વિકેટકીપર તરીકે કેએસ ભરતે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી છે. ત્યારે રોહિત શર્મા (Rohit Sharma) ઉપરાંત બીસીસીઆઇ (BCCI) એ રિષભ પંત (Rishabh Pant) , મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરને પણ આરામ આપ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube