U-19 Cricket WC: અન્ડર-19 વિશ્વકપનો કાર્યક્રમ જાહેર, ભારતની પ્રથમ મેચ શ્રીલંકા સામે
ICC U-19 World Cup: અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ શ્રીલંકા સામે રમશે.
દુબઈઃ આઈસીસીએ આગામી વર્ષે રમાનારા અન્ડર-19 ક્રિકેટ વિશ્વ કપ (U-19 World Cup)નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વિશ્વ કપ દક્ષિણ આફ્રિકામાં આગામી વર્ષે 17 જાન્યુઆરીથી રમાશે. ફાઇનલ 19 ફેબ્રુઆરીએ યોજાશે. અન્ડર-19 વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત (Team India) છે. તે આફ્રિકાની ધરતી પર પોતાનું ટાઇટલ બચાવવા ઉતરશે. આફ્રિકા બીજીવાર અન્ડર-19 વિશ્વકપની યજમાની કરશે. આ પહેલા તેણે 1998મા યજમાની કરી હતી.
આગામી વર્ષે વિશ્વકપમાં 16 ટીમો રમશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council)એ આ ટીમોને 4-4ના ગ્રુપમાં વહેંચી છે. ભારતને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની સાથે ગ્રુપ એમા રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં જાપાનની ટીમ પણ હશે.
ભારત પોતાની પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ શ્રીલંકા વિરુદ્ધ રમશે. આ મેચ બ્લોમફોન્ટેનમાં રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ 21 જાન્યુઆરીએ જાપાન અને પછી 24 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 17 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા રમશે.
અન્ડર-19 વિશ્વકપમાં આઈસીસીના 11 પૂર્ણ સભ્ય અને પાંચ રીઝનલ ચેમ્પિયન રમશે. રીઝનલ ટીમો ક્વોલિફાઇ કરી ચુક્યા છે. તમામ ટીમો 12થી 15 જાન્યુઆરી વચ્ચે જોહનિસબર્ગ અને પ્રિટોરિયામાં પ્રેક્ટિસ મેચ રમશે.
અબુધાબી T-10: યુવરાજ સિંહ કરશે ધમાકો, આ ટીમ સાથે જોડાયો
અન્ડર-19 વર્લ્ડકપના ચારેય ગ્રુપ આ પ્રકારે છેઃ
ગ્રુપ-એઃ ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને જાપાન.
ગ્રુપ-બીઃ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને નાઇઝિરીયા.
ગ્રુપ-સીઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ.
ગ્રુપ-ડીઃ દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, યૂએઈ અને કેનેડા.