નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019મા 30 જૂને ટીમ ઈન્ડિયા યજમાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ભારતીય ટીમ ભગવા જર્સીમાં ઉતરશે. જે જર્સીમાં ટીમ ઈન્ડિયા રમશે, તે સત્તાવાર જર્સીની તસ્વીર આવી ગઈ છે. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર જર્સીનો ફોટો શેર કર્યો છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાની ભગવા જર્સીને લઈને દેશના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્સીના કલરને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની પાછળ કેન્દ્રની મોદી સરકારનો હાથ ગણાવ્યો હતો. સાથે તેણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ક્રિકેટમાં પણ ભગવા રાજનીતિને સામેલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેના પર વધતા વિવાદને જોતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ સ્પષ્ટીકરણ આપ્યું હતું. 



આઈસીસીએ કહ્યું હતું, 'બીસીસીઆઈને કલરને લઈને ઘણા વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેણે તે પસંદ કર્યો જે તેને જસ્રીના કલર સાથે સારો લાગ્યો. આ તે માટે કરવું પડી રહ્યું છે કારણ કે ઈંગ્લેન્ડની ટીમ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે. આ ડિઝાઇન જૂની ભારતની ટી20 જર્સીમાંથી લેવામાં આવી હતી, જેમાં કલર નારંગી હતો.'