નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારે કહ્યું કે, ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં દેશના સૈન્ય દળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સૈનિકો જેવી ટોપી (મિલિટ્રી કેપ) પહેરવાની મંજુરી આપવામાં આવી હતી. પાકિસ્તાને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. રાંચીમાં 8 માર્ચે રમાયેલા સિરીઝના ત્રીજા વનડેમાં ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફના જવાનોના સન્માનમાં મિલિટ્રી કેપ પહેરી હતી તથા પોતાની મેચ ફી રાષ્ટ્રીય રક્ષા કોષમાં દાનમાં આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇસીસી જનરલ મેનેજર (સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન)ક્લેરી ફુર્લોગે એક નિવેદનમાં કહ્યું, બીસીસીઆઈએ નાણા ભેગા કરવા અને શહીદ સૈનિકોની યાદમાં કેપ પહેરવાની મંજુરી માંગી હતી અને ટીમ ઈન્ડિયાને તેની મંજુરી આપવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આઈસીસીને આ સંબંધમાં એક પત્ર લખ્યો હતો અને આ પ્રકારની કેપ પહેરવા માટે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. 


હેડને જણાવ્યું કેમ ચહલથી વધુ ખતરનાક છે કુલદીપ 

પીસીબી પ્રમુખ અહસાન મનિએ રવિવારે કરાચીમાં કહ્યું, તેણે કોઈ અન્ય ઉદ્દેશ્ય માટે આઈસીસીની મંજુરી લીધી હતી અને તેનો ઉપયોગ બીજા ઉદ્દેશ્ય માટે કર્યો જે સ્વીકાર્ય નથી. બીસીસીઆઈએ પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ આઈસીસીને તે દેશો સાથે સંબંધ તોડવા માટે કહ્યું હતું, જે આતંકવાદને આશ્રય આપે છે. પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.