નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, ભારત વિરુદ્ધ સિરીઝમાં પસંદ કરાયેલી ટીમમાં ન હોવાને કારણે ઈજાગ્રસ્ત સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સહિત અન્ય ખેલાડી વિશ્વકપની ટીમમાં સ્થાન બનાવી શકે છે. સ્મિથ અને વોર્નર કોણીની ઈજામાંથી બહાર આવી રહ્યાં છે જ્યારે મેથ્યૂ વેડ, મિશેલ માર્શ, બિલી સ્ટેનલેક જેવા ખેલાડીઓને પણ ભારતના પ્રવાસ માટે સામેલ નથી જ્યાં ટીમ બે ટી20 અને 5 વનડે રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેંગરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટને કહ્યું, તમે આ પ્રવાસમાં હોવ કે ન હોવ તેનાથી કોઈ ફેર પડતો નથી. તેમ છતાં ટીમમાં સ્થાન હાજર છે પરંતુ વિશ્વકપ નજીક છે અને સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓએ આકરી મહેનત કરવી પડશે. 



Australia tour of India 2019: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ


કોચ લેંગરે કહ્યું, અહીં સ્પર્ધા થશે પરંતુ તે સારૂ છે કારણ કે કેટલાક ખેલાડીઓએ એલર્ટ રહેવુ પડશે અને દરેક સ્તરે શાનદાર રમત રમવી પડશે. લેંગર નિરાશ છે કે ટીમના સૌથી સીનિયર બોલર મિશેલ સ્ટાર્ક ઈજાને કારણે ભારતના પ્રવાસે આવી શકશે નહીં.