નવી દિલ્હીઃ એડિલેડ ટેસ્ટમાં જ્યાં એકતરફ ભારતીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે અસહાય જણાતા હતા તો એક વ્યક્તિ દિવાલ બનીને ઉભો હતો. જી, ચેતેશ્વર પૂજારાની સામે ઓસ્ટ્રેલિયન પેસર તે છાપ ન છોડી શક્યા જે ગુરૂવારે અન્ય ભારતીય બેટ્સમેનો પર છોડી રહ્યાં હતા. પૂજારાએ શાનદાર બેટિંગ કરતા તેના ટેસ્ટ કરિયરની 16મી સદી ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પણ પૂરા કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂજારાએ અહીં સુધી પહોંચવા માટે 108 ઈનિંગ રમી છે. આ ભારત તરફથી પાંચ હજાર રન પૂરા કરનાર પાંચમો ઝડપી ખેલાડી છે. પાંચ હજાર રન પૂરા કરવાની સાથે પૂજારાની દ્રવિડ સાથે તુલના ફરી શરૂ થઈ ગઈ છે. પૂજારા પણ દ્રવિડની જેમ ત્રીજા ક્રમે બેટિંગ કરે છે. તે પણ સંયોગ છે તે દ્રવિડે પણ 108 ઈનિંગમાં પોતાના 5000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. એટલું જ નહીં દ્રવિડ અને પૂજારા બંન્નેએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 3000 (67 ઈનિંગ), 4000 રન (84 ઈનિંગ)માં પૂરા કર્યા છે. 


આમ તો એડિલેડમાં જે પ્રકારે પૂજારાએ બેટિંગ કરી તેને જોઈને ઘણા લોકોને દ્રવિડની યાદ આવી ગઈ હશે. જ્યાં સુધી ભારત માટે સૌથી ઝડપી 5000 ટેસ્ટ રન પૂરા કરવાની વાત છે તો સુનીલ ગાવસ્કર 95 ઈનિંગની સાતે ટોપ પર છે. તો સહેવાગ 99, સચિન 103 અને વિરાટ 105 ઈનિંગનો નંબર આવે છે.