INDIA vs AUSTRALIA: પ્રથમ ટેસ્ટ પહેલા કેપ્ટન કોહલીએ બોલરોને આપ્યો ખાસ સંદેશ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એડીલેડ સિરીઝના એક દિવસ પહેલા મેચની રણનીતિ પર વાત કરતા કહ્યું કે, તેની ટીમ યજમાન ટીમને હળવાશથી લઈ રહી નથી.
એડીલેડઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પણ ઓસ્ટ્રેલિયન ટીમને હળવાશથી લઈ શકાય નહીં. કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે. કોહલીએ આ સાથે ભારતીય બોલરોને સંદેશ આપ્યો કે, ટીમમાં ઓલરાઉન્ડરની ગેરહાજરીને કારણે તેણે વધુ મહેનત કરવી પડશે. તેણે કહ્યું કે, બોલરોએ 5 કે 6 વિકેટ ઝડપવાના વ્યક્તિગત રેકોર્ડની જગ્યાએ સારા સ્પેલ પર ધ્યાન આપવું પડશે.
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ ગુરૂવારથી એડીલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ ક્રિકેટમાં અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ટીમના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ છે. તેની ગેરહાજરીમાં ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાની સોનેરી તક છે.
બોલરોને વધુ પ્રયત્નનો સંદેશ
ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન હોવાને કારણે કોહલીએ સ્વીકાર કર્યો કે, ઈશાંત શર્માની આગેવાનીમાં બોલિંગ આક્રમણે વધુ ઓવર ફેંકવી પડશે, જે પંડ્યાની ભાગની હશે. તેણે કહ્યું, ઓલરાઉન્ડર ન રમવાથી ફેર પડે છે. દરેક ટીમ એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ઈચ્છે છે, જે હાલ અમારી પાસે નથી. અમે સર્વશ્રેષ્ઠ સંયોજન લઈને ઉતરી શકતા નથી. ઓલરાઉન્ડર ન હોવાથી બીજા બોલરોએ વધુ કાર્યભાર સંભાવળો પડશે. તેના પર અમે વાત કરી લીધી છે.
IND vs AUS: ભારતે અંતિમ-12 ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ ઈલેવન કરી જાહેર
ઓસ્ટ્રેલિયાની સ્થિતિ ભાર નહીં, પડકાર સમજે બોલર
ઓસ્ટ્રેલિયાની મુશ્કેલ પડકારભરી પિચો અને મોટા મેદાન બોલરોની સહનશક્તિની પરીક્ષા લઈ શકે છે, પરંતુ કોહલીએ કહ્યું કે, તેને પડકારની જેમ સ્વીકારવું જોઈએ. કોહલીએ કહ્યું, બોલરોએ આને ભારની જેમ ન લેવો જોઈએ અને પડકાર સમજવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તર પર કંઇ સરળ હોતું નથી. અમારે સ્વીકાર કરવો પડશે કે અત્યારે ઉપલબ્ધ સંસાધનોથી જ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. કોહલીએ કહ્યું કે, તેના બોલરો પાસે અનુભવ અને વિવિધતા છે. તેણે કહ્યું, ગત વખતે કરતા આ વખતે આક્રમ અલગ છે. હવે વધુ અનુભવી અને ફિટ બોલર છે. ઓસ્ટ્રેલિયામાં સફળ થવા માટે લાંબા સમય સુધી યોગ્ય દિશામાં બોલિંગ કરવી જરૂરી છે, કારણ કે અહીંની પરિસ્થિતિ મુશ્કેલ હોય છે.
INDvsAUS: દેશ માટે વિજય મેળવવા જેટલું જ મહત્વનું છે, દેશ માટે સન્માન મેળવવુઃ ટિમ પેન
6 વિકેટ નહીં, એક સારા સ્પેલ પર ધ્યાન આપે બોલર
તેણે કહ્યું, અહીં ખૂબ ગરમી હશે અને પિચ સપાટ હશે, કારણ કે કૂકાબૂરા ગોલથી 20 ઓવર બાદ સ્વિંગ મળશે નહીં અને 45થી 50 ઓવર વ્ચેચ રિવર્સ સ્વિંગ મળવી શરૂ થાય છે. આ વચ્ચેનો ગાળો ખૂબ મહત્વનો છે. અમને તેનો ખ્યાલ છે અને અમે શાનદાર તૈયારી સાથે ઉતરશું. કોહલીએ તે પણ કહ્યું કે, તેનો દરેક બોલર પાંચ વિકેટ જેવા વ્યક્તિગત રેકોર્ડ પર નહીં, પરંતુ એક ટીમના રૂપમાં સારી બોલિંગ પર ધ્યાન આપી રહ્યો છે. તેણે કહ્યું, કોઈ છ વિકેટ ઝડપવા માટે રમતું નથી. તમામનું લક્ષ્ય સારો સ્પેલ નાખીને ટીમને ઉપયોગી થવાનો છે.
પરંતુ કોહલીએ કહ્યું કે, તમે કોઈ વસ્તુને હળવાશથી ન લઈ શકો. તેણે કહ્યું, મને વ્યક્તિગત રૂપે લાગે છે કે, તમે સ્થાનિક પરિસ્થિતિમાં કોઈપણ ઓસ્ટ્રેલિયન ટીમને હળવાશથી લઈ શકો નહીં. મેચની પૂર્વ સંધ્યા પર એક પત્રકાર પરિષદ દરમિયાન કોહલીએ પ્રથમ ટેસ્ટ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.