નવી દિલ્હીઃ પર્થ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાને ઈજાને કારણે નહીં રમાડવાના નિવેદન કોચ રવિ શાસ્ત્રી ઘેરાતા જોવા મળી રહ્યાં છે. એક તરફ તેમણે જ્યાં ઓલરાઉન્ડર જાડેડાને પર્થ ટેસ્ટ માટે અનફિટ ગણાવ્યો તો બીજી તરફ બીસીસીઆઈએ નિવેદન આપતા કહ્યું કે, જાડેજા ફિટ થઈ ગયો છે ત્યારે તેની પસંદગી ટીમમાં કરવામાં આવી છે. અહીં બંન્નેના નિવેદન એકબીજાથી વિરુદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રીના નિવેદન પર વધુ એક સવાલ ઉઠે છે કે જો જાડેજા અનફિટ છે તો તેને પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટની 13 સભ્યોની ટીમમાં કેમ સામેલ કરવામાં આવ્યો. રવિ શાસ્ત્રીનું અનફિટવાળુ નિવેદન તેથી પણ શંકામાં છે, કારણ કે ઓસ્ટ્રેલિયાની બંન્ને ઈનિંગ દરમિયાન જાડેજા ઘણા સમય ફીલ્ડિંગ કરતા જોવા મળ્યો હતો. 


બીસીસીઆઈનું નિવેદન- ઈજામાંથી બહાર આવી ગયો છે જાડેજા
બીસીસીઆઈએ ભારત આપતા કહ્યું કે, જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જાડેજાની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, ત્યારે તે પોતાની ખભાની ઈજામાંથી બહાર આવી ગયો હતો અને તે બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ માટે ફીટ છે. બીસીસીઆઈએ અખબારી યાદીમાં આ નિવેદન આપ્યું, જાડેજાના ખભામાં સતત સુધારો થઈ રહ્યો છે અને તે મેલબોર્નમાં રમાનારી સિરીઝની ત્રીજી ટેસ્ટ માટે સંપૂર્ણ પણે ફિટ છે. 


64 ઓવર કરી હતી બોલિંગ, ત્યારે થયું સિલેક્શન
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝ દરમિયાન સતત બોલિંગ કરવાને કારણે જાડેજાએ પોતાના ખભામાં અસહજતાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને નવેમ્બરથી મુંબઈમાં એક્સપર્ટ્સની દેખરેખમાં ઇંજેક્શન આપવામાં આવ્યું, જાડેજાને આરામ મળ્યો અને ત્યારબાદ તે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે 12 થી 15 નવેમ્બર દરમિયાન મેચ રમ્યો. આ મેચમાં તેણે 64 ઓવર બોલિંગ કરી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ તેની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પસંદગી કરી હતી. 


શાસ્ત્રીનું નિવેદન- ઈજા સાથે પહોંચ્યો ઓસ્ટ્રેલિયા
શાસ્ત્રીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું, જાડેજાની સાથે સમસ્યા હતી કે તેના ખભામાં ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા આપવાના ચાર દિવસ બાદ તેને ઇંજેક્શન આપવામાં આવ્યું. તેણે કહ્યું, તેની અસર થવામાં થોડો સમય લાગ્યો. ભારતમાં પણ તેને આ સમસ્યા હતી તેમ છતાં તે રણજી ટ્રોફીમાં રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ ફરી તેને મુશ્કેલી શરૂ થઈ હતી. 


કેમ ઉઠ્યા સવાલ
નોંધનીય છે કે, પર્થ ટેસ્ટ દરમિયાન એકપણ સ્પેશિયલ સ્પિનરને અંતિમ ઇલેવનમાં નહીં રાખવાની ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી. ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં આ ત્રીજો અવસર હતો જ્યાં ભારતીય ટીમ એકપણ નિષ્ણાંત સ્પિનર વગર મેદાનમાં ઉતરી હતી. બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ નાથન લાયનના રૂપમાં સ્પેશિયલ સ્પિનર મેદાનમાં ઉતાર્યો અને તેણે મેચમાં 8 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સવાલ ઉઠ્યા કે અશ્વિનને ઈજા હતી તો જાડેજાને કેમ સ્થાન ન અપાયું. 



મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે.