India vs Australia: કોહલીની ટીમ પૂરો કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષનો ઇંતજાર
નવી દિલ્હીઃ એક નવી ટેસ્ટ સિરીઝની શરૂઆતમાં ઘણી સંભાવનાઓ રહે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો વિરાટ એન્ડ કંપનીનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે.
વિદેશી ધરતી પર ભારતીય ટીમ માટે જીત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રીલંકા તથા વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે અને વિદેશના પ્રવાસમાં હરાવવા સિવાય આફ્રિકા અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો હતો. ભારતે અહીં એક-એક ટેસ્ટ મેચ જીતી હતી. પરંતુ કુલ મળીને સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટીમ સિરીઝ જીતવાના મિશનમાં અસભળ રહી હતી. ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવી ભારત માટે મુશ્કેલ વાત હશે કારણ કે વિદેશી ટીમોને હંમેશા અહીં મુશ્કેલી આવે છે.
ઈંગ્લેન્ડે 1990થી લઈને અત્યાર સુધી માત્ર એકવાર (2010-11) અહીં એસિઝ સિરીઝ જીતી છે. 70 અને 80ના દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કરનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયામાં માત્ર ચાર ટેસ્ટ સિરી જીતી અને એક ડ્રો રહી છે.
હાલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પડકાર આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની વાપસી બાદથી તેણે સાત ટેસ્ટ સિરીઝમાં ત્રણ જીતી અને એક ડ્રો રહી છે. આવનારી સિરીઝમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતનારી પ્રથમ ઉપમહાદ્રિવપ ટીમ બની શકે છે.
ભારત અને પાકિસ્તાન છેલ્લા 11 પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવામાં અસફળ રહ્યાં છે. પાકિસ્તાને ત્રણ સિરીઝ ડ્રો કરાવી છે અને ચાર ટેસ્ટ મેચ જીતી છે. તો ભારતે બે વાર (1980-81, 2003-04) સિરીઝ ડ્રો કરાવી છે અને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 44 ટેસ્ટ મેચોમાંથી પાંચ જીતી છે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક 2003-04મા આવ્યું હતું. સૌરવ ગાંગુલીની ટીમ સિડનીમાં જીતની નજીક પહોંચી હતી. પરંતુ સ્ટીવ વો અને સાઇમન કેટિચની ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાની હાર ટાળી હતી. આ સાથે સિરીઝ 1-1ની બરોબરી પર પૂરી થઈ ગતી.
વર્ષ 2000 બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી ટીમોનું પ્રદર્શન
ટીમ ટેસ્ટ જીત/હાર ડ્રો
સાઉથ આફ્રિકા 15 5/7 3
ઈંગ્લેન્ડ 25 4/19 2
ભારત 17 2/10 5
ન્યૂઝીલેન્ડ 12 1/7 4
વેસ્ટ ઈન્ડિઝ 14 0/12 2
પાકિસ્તાન 9 0/9 0
શ્રીલંકા 7 0/6 1
બાંગ્લાદેશ 2 0/2 0
ઝિમ્બાબ્વે 0 0/2 0
આઈસીસી XI 1 0/1 0
કુલ 104 12/75 17
હવે કોહલી એન્ડ કંપની સાથે 70 વર્ષનો ઇંતરાજ પૂરો કરવાની તક છે. ભારતીય ટીમ તમામ ક્ષેત્રે મજબૂત નજર આવી રહી છે. ઓસ્ટ્રેલિયા ન માત્ર ટેસ્ટ રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે પરંતુ તે એક ટીમના રૂપમાં પણ નબડી પડી ગઈ છે. ટીમના બે મહત્વપૂર્ણ ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં મેદાને ઉતરશે. આ બંન્ને ખેલાડીઓ પર કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના છેલ્લા 26 ટેસ્ટ મેચમાંથી 12 ટેસ્ટ બનાવી છે. કહેવાય છે કે, ઈતિહાસ બનાવવા માટે ઘણીવાર તમારે સંખ્યાને નજરઅંદાજ કરવી પડે છે. કોહલી ભૂતકાળનો ભાર લઈને ચાલતો નથી. તે પણ જાણે છે કે નવું રચવા માટે નવું વિચારવું જરુરી છે. હવે તે જોવાનું છે કે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચી શકે છે કે નહીં.