નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ અને મહિલા ખેલાડીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ ગયા બાદ હવે ટીમના ખેલાડીઓએ હોટલમાં 10 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે નહીં, તેના માત્ર 3 દિવસ રહેવું પડશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિનંતી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડે સ્વીકારી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ જૂનમાં ઈંગ્લેન્ડ રવાના થશે જ્યાં પહેલા આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ 18થી 22 જૂન સાઉથેમ્પ્ટનમાં રમાશે. આઈસીસીએ પ્રથમવાર ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે, જેની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડે જગ્યા બનાવી છે. ત્યારબાદ ભારત યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. 


આ પણ વાંચોઃ પૈસાની તંગીને કારણે Carpenter બનવા મજબૂર થયો આ ક્રિકેટર, AUSને અપાવી ચુક્યો છે વિશ્વકપ  


ભારતની પુરૂષ અને મહિલા ટીમ એક સાથે 2 જૂને ચાર્ટર પ્લેન દ્વારા ઈંગ્લેન્ડ રવાના થશે. યોજના પ્રમાણે ભારતીય ટીમ એઝેસ બાઉલની હોટલમાં રોકાશે. ત્યાં ટીમને ત્રણ દિવસ ક્વોરેન્ટાઈન રહ્યા બાદ પ્રેક્ટિસ કરવાની મંજૂરી હશે. તેની પહેલા વિદેશ પ્રમાસે જનારી ટીમે ઓછામાં ઓછા 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડતું હતું. ત્યારબાદ તેને પ્રેક્ટિસ કરવાની મંજૂરી હતી. કોરોના પ્રોટોકોલમાં રાહત આપવાની ભલામણ બીસીસીઆઈએ ઈસીબીને કરી હતી. 


ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
4થી 8 ઓગસ્ટ વચ્ચે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 12થી 16 ઓગસ્ટ વચ્ચે રમાશે. 25 ઓગસ્ટથી ત્રીજી અને 2 સપ્ટેમ્બરથી અનુક્રમે ત્રીજી અને ચોથી ટેસ્ટનો પ્રારંભ થશે. સિરીઝની છેલ્લી અને અંતિમ ટેસ્ટ 10થી 14 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube