નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા ICC U19 world cup 2020ની પ્રથમ ગીલ મેચને જીતીને ભારતે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રારંભ કર્યો છે. પ્રિયમ ગર્ગની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 90 રને હરાવ્યું અને મજબૂત શરૂઆક કરી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટ પર 297 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમને જીત માટે 298 રનની જરૂર હતી, પરંતુ ટીમ 45.2 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ઈનિંગ, યશસ્વી, પ્રિયમ તથા ધ્રુવની અડધી સદી
પ્રથમ ઈનિંગમાં ભારતના ઓપનર યશસ્વી જાયસવાલ (59), કેપ્ટન પ્રિયમ ગર્ગ (56) અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ (અણનમ 52)ની અડધી સદીની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આઈસીસી અન્ડર-19 વિશ્વકપમાં પોતાની શરૂઆતી મેચમાં શ્રીલંકા સામે 4 વિકેટ પર 297 રન બનાવ્યા હતા. પ્રિયમે 72 બોલમાં બે ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા, જ્યારે યશસ્વીએ 74 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. 


જુરેલ થોડો આક્રમક રહ્યો, જેણે 48 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સિદ્ધેશ વીરે પણ આક્રમક બેટિંગ કરતા ભારતનો સ્કોર 297 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 27 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ તરફથી અશિયાન ડેનિયલ, કવિન્દૂ નધીશન, દિલશાન મધુશંકા અને અમ્શી ડિસિલ્વાએ એક-એક વિકેટ ઝડપી હતી. 


INDvsAUS: બેંગલુરૂમાં ભારતે કાંગારૂને 7 વિકેટે કચડ્યું, શ્રેણી 2-1થી કરી કબજે


શ્રીલંકાની ઈનિંગ, ભારતીય બોલર રહ્યાં હાવી
શ્રીલંકાની ઈનિંગની શરૂઆત સારી ન રહી અને ટીમે 19 રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર નાવોદને શુશાંત મિશ્રાએ છ રન પર આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે કામિલ અને રવિન્દુ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ પરંતુ આ ભાગીદારીને યશસ્વીએ રવિન્દુને 49 રન પર આઉટ કરીને તોડી હતી. ત્યારબાદ નિપુણ ધનંજયે અડધી સદી ફટકારી પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં. આ બંન્ને બેટ્સમેન સિવાય અન્ય બેટ્સમેન પ્રભાવી દેખાવ કરી શક્યા નહીં. ભારત તરફથી આકાશ, સિદ્ધેશ અને રવિએ બે-બે જ્યારે કાર્તિક, સુશાંત તથા યશસ્વીને એક-એક વિકેટ મળી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર