Ind vs Aus 1st Test: વિરાટ કોહલીની અડધી સદી, પ્રથમ દિવસે ભારતનો સ્કોર 233/6
એડિલેડ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિવસના અંતે ભારતે 89 ઓવરમાં 6 વિકેટે 233 રન બનાવી લીધા છે.
નવી દિલ્હીઃ Ind vs Aus 1st Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડના ઓવલ મેદાન પર પિંક બોલથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવી લીધા છે. રવિચંદ્રન અશ્વિન 15 અને સાહા 9 રન બનાવી ક્રિઝ પર છે.
ભારતની ઈનિંગ, કોહલીની અડધી સદી
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, પરંતુ પૃથ્વી શો ઈનિંગના બીજા બોલ પર બોલ્ડ થયો હતો. તેને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલને પેટ કમિન્સે બોલ્ડ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. મયંક 40 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. ભારતને ત્રીજો ઝટકો ચેતેશ્વર પૂજારાના રૂપમાં લાગ્યો જે 160 બોલમાં 43 રન બનાવી લાયનની ઓવરમાં આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ Video: રિકી પોન્ટિંગની 'ભવિષ્યવાણી' અને બીજા બોલ પર આઉટ થઈ ગયો પૃથ્વી શો
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એડિલેડમાં શાનદાર બેટિંગ કરતા 74 રન બનાવ્યા હતા. તે રહાણેની ભૂલ દ્વારા રનઆઉટ થયો હતો. અંજ્કિય રહાણે 42 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ભારતને છઠ્ઠો ઝટકો હનુમા વિહારીના રૂપમાં લાગ્યો, જે હેઝલવુડની ઓવરમાં LBW આઉટ થયો હતો.
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લાયનને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube