IND vs AUS: મોહાલીમાં ટકરાશે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, આવી હોઈ શકે છે ભારતની સંભવિત પ્લેઇંગ 11
India vs Australia, 1st ODI 2023: ટીમ ઈન્ડિયા 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વિશ્વકપ પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ટીમ ઈન્ડિયા માટે સારી તક છે.
નવી દિલ્હીઃ India vs Australia, 1st ODI: ટીમ ઈન્ડિયા 22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો 22 તારીખે મોહાલીમાં બપોરે 1.30 કલાકે રમાશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં છે. તો રવીન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સીનિયર ખેલાડીઓને આરામ અપાતા પ્લેઇંગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળશે.
ઓપનિંગ જોડી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ માટે ઉતરશે. શુભમન ગિલ અને ઈશાન કિશન શરૂઆતી 10 ઓવરમાં ફટકાબાજી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં ગિલ અને ઈશાન કિશનનું રૌદ્ર રૂપ જોવા મળી શકે છે.
મિડલ ઓર્ડર
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં શ્રેયસ અય્યર નંબર-3 પર બેટિંગ કરવા ઉતરશે. તો ચોથા સ્થાને કેપ્ટન કેએલ રાહુલ બેટિંગ કરશે. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૂર્યકુમાર યાદવને પાંચમાં ક્રમે જવાબદારી સોંપવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ શ્રીલંકામાં મોહમ્મદ સિરાજે મચાવ્યો હાહાકાર, દુબઈમાં મચ્યો હંગામો, ICCએ આપ્યું ઈનામ
ઓલરાઉન્ડર
ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે છઠ્ઠા સ્થાને બેટિંગ કરશે. જ્યારે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર સાતમાં ક્રમે બેટિંગ કરી શકે છે.
સ્પિન બોલર
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે આર અશ્વિનને તક મળી શકે છે.
ફાસ્ટ બોલર
ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વનડેમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઈલેવનમાં તક આપવામાં આવશે. તો ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર બેસાડવામાં આવશે.
આ પણ વાંચોઃ વર્લ્ડકપ 2023 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, તોફાની અંદાજમાં દેખાયા રોહિત-કોહલી
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં ભારતની સંભવિત પ્લેઇંગ XI
શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube