સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માટે ટીમ ઇન્ડિયાના અંતિમ 13 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ બુધવારે સવારે ટ્વિટર પર 13 ખેલાડીઓના નામની જાહેરાત છે. ગુરૂવારથી શરૂ થઇ રહેલી આ મેચ સિડનીમાં રમાશે, જોકે અગાઉની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ આસમાને છે. ભારત આ સિરીઝમાં 2-1થી આગળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટેસ્ટ માટે ટીમમાં એક માત્ર કેએલ રાહુલ પરત ફર્યો છે. તો રોહિત શર્મા પિતા બનતાં ભારત પરત આવ્યો છે. એ ટેસ્ટ મેચ નહીં રમી શકે. ટીમમાં હાલમાં ત્રણ સ્પિનર આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને સમાવવામાં આવ્યા છે. અગાઉ અશ્વિનને ટીમમાં પાક્કા પાયે લેવાયો હતો પરંતુ બે કલાક બાદ એને અનફિટ જાહેર કરી દેવાયો હતો. હવે એના નામ પર છેવટનો નિર્ણય ગુરૂવારે લેવાશે. આ મેચ વિરાટે કુલદીપ યાદવને સમાવેશ કર્યો હોવાનું કહેવાય છે. 



આ મેચ માટે ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર ઇશાંત શર્માને પડતો મુકાયો છે. ભારતીય ટીમના પ્રવક્તાનું કહેવું છે કે ઇશાંતને પાંસળીમાં દર્દ થતાં આ સંજોગોમાં ટીમ કોઇ પણ જાતનો ખતરો લેવા ઇસ્છતી નથી. એના સ્વાસ્થ્ય મામલે કાળજી લેવાઇ રહી છે. એના સ્થાને ઉમેશ યાદવને સ્થાન અપાયું છે.