નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને થશે. આ વખતે મેચ ભારતમાં રમાશે. 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં નિર્ધારિત ઓવરોની બે સિરીઝ રમશે. શરૂઆત બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચથી થશે. ત્યારબાદ 2 માર્ચથી પાંચ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ પ્રવાસને વિશ્વકપની પ્રેક્ટિસ સમજવામાં આવી રહી છે. ભારતે હાલમાં ત્રણ વનડે મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 2-1થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાનો ભારતના પ્રવાસનો કાર્યક્રમ


ટી20 સિરીઝ
24 ફેબ્રુઆરી, પ્રથમ ટી20, વિશાખાપટ્ટનમ, સાંજે સાત કલાકે


27 ફેબ્રુઆરી, બીજી ટી20, બેંગલુરૂ,          સાંજે સાત કલાકે


વનડે સિરીઝ
2 માર્ચ, પ્રથમ વનડે, હૈદરાબાદ, બપોરે 1.30 કલાકે


5 માર્ચ, બીજી વનડે, નાગપુર,   બપોરે 1.30 કલાકે


8 માર્ચ, ત્રીજી વનડે, રાંચી,      બપોરે 1.30 કલાકે


10 માર્ચ, ચોથી વનડે, મોહાલી,  બપોરે 1.30 કલાકે


13 માર્ચ, પાંચમી વનડે, દિલ્હી,   બપોરે 1.30 કલાકે