રાજકોટઃ પ્રથમ વનડેમાં બેટિંગ ક્રમમાં નીચે ઉતરવાનો નિર્ણય ખોટો સાબિત થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વિરુદ્ધ શુક્રવારે બીજી એકદિવસીય ક્રિકેટ મેચમાં પોતાના નિયમિત ક્રમ ત્રીજા નંબર પર જ ઉતરશે. ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં પ્રથમ મેચ 10 વિકેટથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ડેવિડ વોર્નર અને આરોન ફિન્ચે તે મેચમાં અણનમ સદી ફટકારી હતી. ફોર્મમાં ચાલી રહેલા ત્રણેય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા, શિખર ધવન અને કેએલ રાહુલને ટીમમાં જગ્યા આપવા માટે કોહલી બેટિંગ ક્રમમાં નીચે આવ્યો પરંતુ નિષ્ફળ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપનિંગ બેટ્સમેન ધવને બાદમાં કહ્યું કે, ટીમ મેનેજમેન્ટના કહેવા પર તે કોઈપણ ક્રમ પર રમવા માટે તૈયાર છે અને કોહલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરવી જોઈએ. રિષભ પંત બહાર થવાથી બીજી મેચમાં રાહુલ જ વિકેટકીપિંગ કરશે. પાછલી મેચની જેમ રોહિત અને ધવન ઈનિંગનો પ્રારંભ કરી શકે છે. ધવને 91 બોલમાં 74 રનની ઈનિંગ રમી હતી. ચોથા નંબર માટે રાહુલ અને શ્રેયસ અય્યરમાંથી એકની પસંદગી થશે કારણ કે અય્યર પાછલી મેચમાં ફેલ રહ્યો હતો. 


પંતની ગેરહાજરીમાં કર્ણાટકનો મનીષ પાંડેને જગ્યા મળી શકે છે જેણે પુણેમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડેમાં સારૂ પ્રદર્શન કર્યું. તે પણ જોવાનું રહેશે કે અનુભવી કેદાર જાધવ અને યુવા શિવમ દુવેમાંથી કોને સ્થાન મળે છે. 


ક્રિકેટ ખેલાડીઓ માટે BCCIએ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, જાણો કોને મળશે કેટલા રૂપિયા  


આઈસીસીનો વર્ષ 2019નો સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર બનેલ રોહિત પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થયો તેને અને કોહલીને વધુ સમય સુધી રોકી રાખવા સંભવ નથી. કોહલી ભારતીય જમીન પર સૌથી વધુ સદીના સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરીથી એક સદી પાછળ છે. 


યુવા પેસર જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય બોલર વાનખેડે પર હતાશ જોવા મળ્યા હતા. હવે તેની નજર વાપસી પર છે. તે પણ જોવાનું રહેશે કે શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીમાંથી કોને તક મળશે. જો જાડેજા રમશે તો કુલદીપ યાદવ કે યુજવેન્દ્ર ચહલમાંથી એકને સ્થાન મળશે. 


બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમનો આત્મ વિશ્વાસ મુંબઈમાં મળેલી જીત બાદ વધી ગયો છે. ફિન્ચ અને વોર્નર તે ફોર્મને જાળવી રાખવા ઈચ્છશે. મધ્યમક્રમમાં સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એશ્ટન ટર્નર અને એલેક્સ કેરી જેવા શાનદાર ખેલાડી છે. બોલરોએ પણ પ્રથમ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. મિશેલ સ્ટાર્કની આગેવાનીમાં તેણે ભારતને 255માં ઓલઆઉટ કરી દીધું હતું. સ્પિનર એડમ ઝમ્પા અને ટર્નર પણ ઉપયોગી સાબિત થયા હતા. 


સંભવિત ટીમ
ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર. 


ઓસ્ટ્રેલિયાઃ આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, એશ્ટન અગર, માર્નસ લાબુશાને, કેન રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર