પર્થ:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ દાવમાં 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 283 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાને 43 રનની લીડ મળી હતી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતા ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવી 132 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા (41) અને ટિમ પેન (8 રન) ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 175 પર પહોંચી ગઈ છે. .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરૂ
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ આંગળીમાં ઈજાને કારણે ફિન્ચ રિયાટર્ડ હર્ટ થઈ ગયો હતો. શમીના બોલ પર ફિંચને આંગળીમાં ઈજા થઈ હતી. 


59 રનના કુલ સ્કોર પર બુમરાહે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો હતો. જ્યારે તેના બોલ પર માર્કસ હૈરિસ બોલ્ડ થઈ ગયો હતો. તેણે 20 રન બનાવ્યા હતા. 


મોહમ્મદ શમીએ શોન માર્શને પંતના હાથે કેચઆઉટ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર પાંચ રન બનાવી આઉટ થયો હતો. 


ભારતને ત્રીજી સફળતા ઈશાંત શર્માએ અપાવી હતી. તેણે પીટર હૈંડ્સકોમ્બ (5)ને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. 


120 રનના સ્કોર પર શમીએ ટ્રેવિસ હેડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ઝડપી હતી. હેડ 19 રન બનાવી આઉટ થયો હતો. 


ભારતીય ટીમ 283 રન કરીને ઓલઆઉટ
જસપ્રીત બુમરાહ આઉટ થતા જ ભારતીય ટીમ 283 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. બુમરાહને નાથન લોયને આઉટ કર્યો. તેના પહેલા ઋષભ પંત પણ 36 રન કરીને આઉટ થઈ ગયો. ઈશાંત શર્મા પણ 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. આમ ભારતનો પહેલો દાવ 105.5 ઓવરોમાં 283 રન પર સમેટાઈ ગયો. ઓસ્ટ્રેલિયાને આ સાથે 43 રનની મહત્વની લીડ મળી ગઈ છે. 


ત્રીજા દિવસની રમત
ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમતની શરૂઆત સ્પિન એટેકથી કરી હતી. તેણે પોતાના સ્પીનર નાથન લોયનને પહેલી ઓવર આપી. જે સફળ પણ જોવા મળી. પહેલી ઓવરના બીજા જ બોલ પર વિરાટ કોહલીએ એક રન લીધો હતો. લોયને ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં અજિંક્ય રહાણેને 51 રને આઉટ કર્યો. ત્યારબાદ કોહલીને સાથ આપવા માટે હનુમા વિહારી મેદાનમાં આવ્યો. વિરાટ કોહલીએ પોતાની 25મી સદી ફટકારી છે. આ સાથે જ ભારતનો સ્કોર 200ને પાર ગયો છે. જો કે ભારતને તરત પાંચમો ઝટકો લાગ્યો છે. હનુમા વિહારી 20 રન કરીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલી 123 રન બનાવીને આઉટ થઈ જતા ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ફર્સ્ટ સેશનમાં ભારતે મોહમ્મદ સમીના સ્વરૂપમાં સાતમી વિકેટ પણ ગુમાવી દેતા ગોલ્ડન ડક પર આઉટ થયો. ભારતનો સ્કોર હાલ સાત વિકેટના નુકસાન પર 252 રન થયા છે. 


રોમાંચક બનશે મેચ
આ મેચમાં ભારતીય ટીમનું કોમ્બિનેશન થોડું અલગ છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે ઓછા અનુભવી બેટ્સમેનો હનુમા વિહારી અને ઋષભ પંત છે. લોઓર્ડર ખુબ નબળો છે. ટીમમાં કોઈ સ્પીનર નથી. ભારતે મેચની ચોથી ઈનિંગમાં બેટિંગ કરવાની છે. એટલે કે જો ભારતે જીતવું હશે તો તેણે કાં તો મોટી ઈનિંગમાં લીડ લેવી પડશે અને જો આમ ન બને તો તેણે ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં ઓછા સ્કોરમાં આઉટ કરવી પડશે. એટલે કે મેચ સંઘર્ષ ભરેલી રહેશે. 


બે દિવસનો ખેલ એક નજરે
ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસના રમતમાં 6 વિકેટ ગુમાવીને 277 રન કર્યા હતાં. બીજા દિવસે તેની ઈનિંગ 326 રન પર સમેટાઈ ગઈ. ત્યારબાદ ભારતે રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 3 વિકેટના નુકસાને 172 રન કર્યા હતાં. હવે ભારતની ટીમ પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 154 રન પાછળ છે. તેની પાસે હજુ વિકેટો છે. એટલે કે મેચમાં બંને ટીમો પાસે પોતાની પકડ મજબુત કરવા માટે સારી તક છે. મેચ રોમાન્ચની તમામ હદ પાર કરવા માટે તૈયાર છે. 


પિચ પર નાની નાની તિરાડ
માઈકલ વોને ત્રીજા દિવસની રમત શરૂ થતા પહેલા પિચ રિપોર્ટમાં જણાવ્યું કે પિચ પર નાની મોટી તિરાડો છે. ઓફ સ્પિનર નાથન લોયન તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. પરંતુ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ બીજા દિવસના અંદાજમાં જ બેટિંગ કરી અને ફોર્મ જાળવી રાખ્યું તો મેચમાં બોલ અને બેટ વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળી શકે છે.