નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાઇ દર્શકો દ્રારા કરવામાં આવેલી નસ્લીય ટિપ્પણીની ટિકા કરી છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ સાથે આનાથી વધુ ખરાબ વ્યવહાર બીજો કંઇ હોય ન શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને પણ 2011-12ની ટેસ્ટ શ્રેણી દરમિયાન અપશબ્દોનો સામનો કરવો પડે છે. વિરાટ કોહલી જ્યારે 2011માં જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયા હતા ત્યારે બાઉડ્રી પર અપશબ્દોનો સામનો કર્યા બાદ તેમણે સિડનીના દર્શકોને આંગળી બતાવી હતી જેનો વિવાદ ઉભો થયો હતો. 


વિરાટ કોહલી (Virat Kohli)એ ટ્વીટ કરી તેના વિરૂદ્ધ હુમલો કર્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ વિરાટ કોહલી પોતાના પહેલા બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફર્યા છે. તેમણે કહ્યું કે આરોપીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ. 


Boyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા


તેમણે કહ્યું કે 'આ મામલે તત્કાલિક પ્રભાવથી ગંભીરતાને જોવું જોઇએ અને આરોપી વિરૂદ્ધ કડક પગલાં ભરવા જોઇએ.'


વધી જશે તમારી Take Home Salary! જો સ્વિકારી લેવામાં આવશે આ ભલામણ


વિરાટ કોહલી (Virat Kohli)એ લખ્યું, 'પોતાની ટીમના સાથીઓ સાથે સિડનીમાં સતત વંશીય ટિપ્પણીનો સામનો કરતાં જોવા નિરાશાજનક છે. આજની દુનિયામાં વંશવાદને કોઇ સ્થાન નથી અને આ સહન ન કરી શકાય. મને લાગે છે કે જે લોકોએ ખરાબ વ્યવહાર કર્યો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube