અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ મેચના બીજા દિવસે ત્રીજા સત્રમાં 480 રને સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 180 રન, જ્યારે કેમરન ગ્રીને 114 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 6, જ્યારે મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં બીજા દિવસે કોઈ વિકેટ ગુમાવ્યા વગર 36 રન બનાવી લીધા છે. બીજા દિવસે સ્ટમ્પ સમયે રોહિત શર્મા (17) અને શુભમન ગિલ (18) ક્રીઝ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા દિવસનું પ્રથમ સત્ર ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું, તો બીજા સત્રમાં અશ્વિને ત્રણ વિકેટ ઝડપીને ભારતની વાપસી કરાવી હતી. ટી બ્રેક બાદ મહેમાનોએ ત્રણ વિકેટ ગુમાવી. ઉસ્માન ખ્વાજા 180 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. અશ્વિનને 6 વિકેટ કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, ટોમ મર્ફી, નાથન લાયન, ટ્રેવિસ હેડ અને મિશેલ સ્ટાર્કના રૂપમાં મળી હતી. ગ્રીન 114 રન બનાવી આઉટ થયો, આ તેના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી હતી. 


આ પણ વાંચોઃ IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી 


પ્રથમ દિવસનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમને ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ સારી શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. ટ્રેવિસ હેડ 32 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ માર્નસ લાબુશેન માત્ર 3 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથ 135 બોલમાં 38 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. 


પિટર હેંડ્સકોમ્બ માત્ર 17 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેમરૂન ગ્રીને ખ્વાજાનો સાથ આપ્યો હતો. ગ્રીને આક્રમક બેટિંગ કરી હતી. કેમરૂન ગ્રીન 64 બોલમાં 8 ચોગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ 2, અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube