મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની બોર્ડર ગાવસ્કર સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ડેસ્ટ મેચના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનર સેમ કોન્સ્ટસ અને વિરાટ  કોહલી વચ્ચે મેદાન પર આમને સામને આવી ગયા. જોત જોતામાં તો મેલબર્ન ટેસ્ટના પહેલા જ દિવસે ગરમા ગરમી થઈ ગઈ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં  ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના 19 વર્ષના ઓપનર સેમ કોન્સ્ટસને ખભો માર્યો. સ્થિતિ એવી થઈ ગઈ કે મામલો ઉકેલવા માટે એમ્પાયરે વચ્ચે પડવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલબર્નમાં ગરમા ગરમી
ઓસ્ટ્રેલિયા માટે 19 વર્ષનો વિસ્ફોટક ઓપનર સેમ કોન્સ્ટસે ટેસ્ટ ક્રિકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી. સેમે નાથન મેકસ્વીનીની જગ્યા લીધી. આ મેચ દરમિયાન સેમ કોન્સ્ટસે ભારતીય ફાસ્ટ બોલરોને  ખુબ પરેશાન કર્યા. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 11મી ઓવરની છે. વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટસ વચ્ચે આ દરમિયાન ભિડંત થઈ અને કોહલીએ જાણી જોઈને સેમ કોન્સ્ટસ સાથે ખભો અથડાવ્યો. સેમ પણ પછી પાછળ ન હટ્યો અને તેણે વિરાટને કઈક કહ્યું. ત્યારબાદ વિરાટ કોહલી અટક્યો અને વળ્યો. જોત જોતામાં તો બંને વચ્ચે જોરદાર તણખા ઝરવા લાગ્યા. 



શું હતો મામલો
સેમ કોન્સ્ટસ સાથે બેટિંગ કરી રહેલા ઉસ્માન ખ્વાજાએ હસતા હસતા વિરાટ કોહલીના ગળામાં હાથ નાખીને સ્થિતિને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રિકી પોન્ટિંગે કહ્યું કે જુઓ વિરાટ ક્યાં ચાલી રહ્યા છે. વિરાટે આ ટકરાવને ભડકાવ્યો છે. મારા મનમાં એ વાતને લઈને કોઈ શંકા નથી. અત્રે જણાવવાનું કે આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 11મી ઓવરની છે. જસપ્રીત બુમરાહ તે વખતે બોલિંગ કરતો હતો. ઓવરના ચોથા બોલ પર સેમ કોન્સ્ટસે ઝડપથી 2 રન લીધા ત્યારે વિરાટ કોહલી ચાલતા ચાલતા સેમ કોન્સ્ટસ સાથે અથડાયો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે સેમ કોન્સ્ટસ પણ વિરાટ કોહલીને ઘૂરવા લાગ્યો અને દલીલ કરવા લાગ્યો. 


52 બોલમાં પૂરા કર્યા 50 રન
19 વર્ષના સેમ કોન્સ્ટસે માત્ર 52 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ 60 રન કરીને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આઉટ થઈ ગયો. સેમ કોન્સ્ટસે 19 વર્ષ અને 85 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું છે. સેમ કોન્સ્ટસ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યુ કરનારો ચોથો સૌથી યુવા ખેલાડી છે. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રોલિયા 1-1ની બરાબરી પ ર છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ્ટે ટોસ્ટ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમ ઈન્ડિયાને  બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું.