નવી દિલ્હીઃ India vs Australia: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3 વનડે મેચની સિરીઝ રમવાની છે. આ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ઘણા ખેલાડી જે બીસીસીઆઈ પાસે આશા રાખીને બેઠા છે તેની આશા પર પાણી ફરી વળ્યું છે. સતત સારા પ્રદર્શન બાદ પણ બીસીસીઆઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝમાં ક્યા ખેલાડીઓને તક આપી નથી અને અમે ક્યા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ આવો જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવન
એક સમય પર ભારતીય ટીમના ઓપનર રહી ચુકેલા શિખરને ટીમમાં તક આપવામાં આવી રહી નથી. શિખર ધવને પાંચ વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે મેચ રમી હતી. જ્યારે વનડેમાં તેને ઈજાગ્રસ્ત ખેલાડીઓની જગ્યાએ ટીમમાં તક મળી હતી. શિખર ધવને ભારત તરફથી રમતા ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ધવને 34 ટેસ્ટમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 ટી20માં 1759 રન બનાવ્યા છે પરંતુ BCCI તેના પ્રદર્શનને નજરઅંદાજ કરી રહ્યું છે.


આ પણ વાંચોઃ સોશિયલ મીડિયામાં હીરોઈનોનો હંફાવે છે ટીમ ઈન્ડિયાની આ સ્ટાર ક્રિકેટર, જોઈ થઈ જશે ફિદા


સંજૂ સેમસન
ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમયે જે ખેલાડીનું નામ સૌથી વધુ સામે આવે છે તે છે સંજૂ સેમસન. સેમસન ફર્સ્ટ ક્લાસમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો છે પરંતુ તેને ટીમમાં સતત તક આપવામાં આવી રહી નથી. સંજૂ સેમસને ભારત તરફથી 11 વનડે મેચ રમી છે, જેમાં 330 રન બનાવ્યા છે. સંજૂને અત્યાર સુધી 17 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી છે, જેમાં તેણે 301 રન બનાવ્યા છે. 


કુલદીપ યાદવ
કુલદીપ યાદવ તે બોલરોમાં સામેલ છે, જેને ટીમમાં તક મળે છે ત્યારે સારૂ પ્રદર્શન કરે છે. તેમ છતાં તેને સતત તક મળી રહી નથી. હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર બોલિંગ કરવા છતાં તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન અંતિમ ઇલેવનમાં તક મળી નથી. કુલદીપ યાદવે 8 ટેસ્ટમાં 34 વિકેટ, 78 વનડેમાં 130 વિકેટ અને 28 ટી20 મેચમાં 46 વિકેટ ઝડપી છે. 


આ પણ વાંચોઃ જાણો દુનિયાની 10 સૌથી અમીર મહિલા ક્રિકેટર વિશે, પહેલી પાંચમાંથી ભારતીય છે ત્રણ


વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube