મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ માટે વંશીય ટિપ્પણીઓ કરવા પર શુક્રવારે એમસીજીના દર્શકોના એક વર્ગને ચેતવણી આપી છે. ઈએસપીએનક્રિકઇન્ફો અનુસાર સીએને ટેસ્ટ મેચના પહેલા બે દિવસ ભારતીય ખેલાડીઓને નિશાના પર રાખીને કરવામાં આવેલી વંશીટ ટિપ્પણીની ઘણી ફરિયાદો મળી હતી. વેબસાઇટે દાવો કર્યો કે, તેની પાસે આ પ્રકારની ઘટનાઓના ફુટેજ છે અને તેણે સીએને સોંપી દીધા છે. સીએએ તેને વિક્ટોરિયા પોલીસ અને સ્ટેડિયમ મેનેજમેન્ટને આપી દીધા છે. તેમાં એમસીજી ગ્રેટ સદર્ન સ્ટેન્ડના એક ભાગમાં દર્શકો અમને તમારા વિઝા દેખાડોની રાડો પાડતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રિપોર્ટ અનુસાર સીએએ દર્શકોને કહ્યું કે, તે મર્યાદામાં રહે બાકી તેને બહાર કાઢવામાં આવશે. સીએના પ્રવક્તાના હવાલાથી કહ્યું, વિક્ટોરિયા પોલીસ અને સ્ટેડિયમનો સુરક્ષા વિભાગ સ્ટેડિયમના આ ભાગમાં દર્શકોના વ્યવહાર પર ધ્યાન રાખી રહ્યું છે અને તેની દર્શકો સાથે ઘણીવાર વાતચીત થઈ તથા તેને મેચ સ્થળના નિયમો અને શરતોની યાદ અપાવવામાં આવી જે યોગ્ય વ્યવહાર સંબંધિત છે. 


પ્રથમ ઈનિંગમાં 82 રન બનાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પણ હુટિંગ થઈ હતી. ત્યાં સુધી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શના નામનો પણ હુરિસો બોલાવવામાં આવ્યો હતો, જેને ત્રીજી ટેસ્ટ મેચ માટે સ્થાનીક ખેલાડી પીટર હૈંડ્સકોમ્બની જગ્યાએ ટીમમાં લાવવામાં આવ્યા છે.