નવી દિલ્હીઃ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં તે સમયે રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે જસપ્રીત બુમરાહે ઈનિંગના અંતિમ બોલ પર સિક્સ ફટકારી હતી. તેના પર ભારતીય ખેલાડીઓનું રિએક્શન જોવા જેવું હતું. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલીનું. બુમરાહે આ સિક્સ મેચમાં 5 વિકેટ ઝડપનાર પેટ કમિન્સના બોલ પર લોન્ગ ઓન પર લગાવ્યો હતો. બુમરાહે એક બોલનો સામનો કર્યો અને અણનમ 6 રન બનાવીને પરત ફર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈનિંગની અંતિમ ઓવરના 5માં બોલ પર યુજવેન્દ્ર ચહલની વિકેટ પડી અને બેટિંગ માટે બુમરાહ ક્રિઝ પર આવ્યો હતો. બોલર પેટ કમિન્સ હતો તો લગભગ કોઈને છેલ્લા બોલ પર સિક્સની આશા રહી હશે. અહીં એક ખાસ વાત છે કે પોતાની શાનદાર સિક્સ પર ખુદ જસપ્રીત બુમરાહને વિશ્વાસ ન થયો. તે પણ ચોંકી ગયો હતો. આ ઘટનાનો વીડિયો બીસીસીઆઈએ પોતાના સત્તાવાર પેજ પર શેર કર્યો છે. વીડિયોમાં કેપ્ટન વિરાટ સહિત ભારતના તમામ ખેલાડીઓ તાળીઓ વગાડતા જોવા મળી રહ્યાં છે. 



મહત્વનું છે કે, આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટના  નુકસાને 358 રન બનાવ્યા હતા. મેચમાં શિધર ધવને શાનદાર સદી ફટકારતા 143 રન અને રોહિત શર્માએ 95 રન ફટકાર્યા હતા.