સિડનીઃ રોહિત શર્માના સ્થાન પર સિડની ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરાયેલ લોકેશ રાહુલ તકનો લાભ ઉઠાવવામાં અસફળ રહ્યો હતો. તે માત્ર 9 રન બનાવી હેઝલવુડના બોલ પર શોન માર્શને કેચ આપી બેઠો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુરલી વિજય અને રાહુલ સતત ખરાબ ફોર્મને કારણે મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહતા. પરંતુ ચોથી ટેસ્ટ મેચ પહેલા પુત્રીના જન્મન કારણે રોહિત ભારત પરત ફર્યો છે. તેવામાં રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તેને ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હનુમા વિહારીને તેના નિયમિત છઠ્ઠા નંબર પર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 


રાહુલ ઓસ્ટ્રેલિયામાં સતત નિષ્ફળ રહ્યો છે. એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં બનાવેલા 44 રનને બાદ કરતા બે બે આંકડામાં પણ પહોંચી શક્યો નથી. આ મેચની પ્રથમ ઈનિંગમાં તે 9 રન બનાવી આઉટ થયો હતો. અત્યાર સુધી તેણે 5 ઈનિંગમાં માત્ર 57 રન બનાવ્યા છે. 


સિડની ટેસ્ટ લાઇવ અપડેટ્સ


ભારતીય ટીમ મેનેજમેન્ટ સતત તેનું સમર્થન કરી રહ્યું છે. જ્યારે તે સારા ફોર્મમાં હોય તો કેપ્ટન, કોચ સહિત બધા તેની પ્રશંસા કરતા હોય છે. પરંતુ હાલમાં રાહુલ ફોર્મમાં નથી. ત્યારે સવાલ ઉભો થાય કે શું રાહુલને બ્રેક આપવો જોઈએ? 


ગાવસ્કરે પણ કર્યું હતું સમર્થન
પર્થ ટેસ્ટ મેચ બાદ સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, રાહુલે ભારત આવીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઈએ. તેને ફોર્મ પરત મેળવવામાં મદદ મળશે. આ સિવાય ઘણા દિગ્ગજ પણ કહી ચુક્યા છે કે, રાહુલે ભારત આવીને કર્ણાટક માટે રમવું જોઈએ. 



Ind vs Aus: રમાકાંત આચરેકરને યાદ કરી કાળી પટ્ટી બાંધી ઉતર્યા ભારતીય ખેલાડી 


લાંબા સમયથી ખરાબ ફોર્મમાં છે રાહુલ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં રમેલી 149 રનની ઈનિંગનો છોડી દો તો છેલ્લી 8 ઈનિંગમાં તે માત્ર બે વખત બે આંકને પાર કરી શક્યો છે. તેણે એકપણ વાર અડધી સદી ફટકારી નથી. 149 રનની ઈનિંગ પહેલા તે 9 ટેસ્ટ ઈનિંગમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી.