નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ગળે મળવા માટે કે તેને પગે પડવા માટે ક્રિકેટના મેદાનમાં ફેન્સનું આવવું કોઈ નવી વાત નથી. આવી ઘટના નાગપુરના વીસીએ સ્ટેડિયમમાં થઈ તો ધોની પણ મજા લેવામાં પાછળ ન રહ્યો. ભારતે આ મેચમાં વિરાટની સદીની મદદથી 250 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ જ્યારે નાગપુરમાં ફીલ્ડિંગ માટે ઉતરી રહી હતી ત્યારે એક ફેન સુરક્ષાનો ઘેરો તોડીને દોડતો મેદાનમાં પહોંચી ગયો હતો. તે પ્રશંસકના ટીશર્ટ પર થાલા અને નંબર-7 લખેલુ હતું. 



જ્યારે તે પ્રશંસક ધોની તરફ આગળ વધ્યો તો પૂર્વ કેપ્ટન એક સમયે રોહિત શર્માની પાછળ છુપાતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ટીમ સાથીઓની વચ્ચેથી નીકળીને પિચ સુધી પહોંચી ગયો અને પ્રશંસક પણ તેની પાછળ દોડતો ગયો હતો. આ વચ્ચે કેપ્ટન વિરાટ સહિત અન્ય ખેલાડીઓએ તે દર્શકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પિચ પર પહોંચ્યા બાદ ફેન ધોનીને પગે લાગ્યો અને ત્યારે ધોનીએ તેને ગળે પણ લગાવ્યો હતો. 


ભારતને પોતાની આગેવાનીમાં 2007 વર્લ્ડ ટી20 અને 2011 વનડે વિશ્વકપ અપાવનાર 37 વર્ષીય ધોનીના ફેન્સ વિશ્વભરમાં છે. તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે વિશ્વકપ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે.