નવી દિલ્હીઃ  India vs Australia Probable Indian playing 11: વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બંન્ને દેશો વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સીરિઝ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે મેચ શુક્રવાર 27 નવેમ્બરે રમાશે. આ વનડે મેચમાં કેપ્ટન કોહલી ક્યા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે, તે જાણી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 નવેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 9 કલાક 10 મિનિટ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો મુકાબલો શરૂ થશે, જે સિડનીના મેદાન પર રમાશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વાઇસ કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીની સાથે ઉતરી શકે છે. તો કેએલ રાહુલ ટીમમાં વિકેટકીપર તરીકે ઉતરશે, કારણ કે આ ટીમમાં રિષભ પંત નથી. 


કેપ્ટન કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરશે, તો ચોથા સ્થાનની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળશે. છઠ્ઠા સ્થાને હાર્દિક પંડ્યાને તક મળી શકે છે, પરંતુ હાર્દિક બોલિંગ કરશે નહીં. બોલિંગ વિભાગમાં કોહલી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહની સાથે મેદાન પર ઉતરી શકે છે. યજમાન ટીમમાં વધુ ફેરફાર જોવા મળશે નહીં. 


36 વર્ષીય Ross Taylor એ બનાવ્યો ભારતમાં થનાર World Cup 2023 નો આ પ્લાન


ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોયનિસ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકી), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર