પર્થ:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ત્રીજા સત્રમાં વિરાટ કોહલીએ પોતાની હાફ સેંચુરી પુરી કરી લીધી. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ 100 રન પુરા કરી લીધા હતા. ચેતેશ્વર પુજારાના આઉટ થયા બાદ આવતાંની સાથે જ અજિંક્ય રહાણેએ ઝડપથી રન બનાવ્યા અને 43મી ઓવરમાં ટીમ ઇન્ડિયાના 100 રન પુરા કર્યા અને ત્યારબાદ મેચની પ્રથમ સિક્સર ફટકારી લીધી. વિરાટ કોહલીની આ 20મી હાફ સેંચુરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઇન્ડિયાને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ચેતેશ્વર પુજારા મિચેલ સ્ટાર્કના બોલ પર વિકેટની પાછળ કેપ્ટન ટિપ પેનના હાથે કેચ આઉટ થયો. પુજારાએ 101 બોલમાં એક ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા. વિરાટ કોહલી 42 રન બનાવીને ક્રીજ પર હાજર હતો. 
[[{"fid":"194838","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]

ટીમ ઇન્ડિયાન ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટેસ્ટ સીરીઝના બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલા સત્રમાં પૈટ કમિંસના આઉટ થયા બાદ આગામી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે ટિમ પેનને એલબીડબલ્યૂ કરી દીધો. પેને રિવ્યૂ પણ લીધો, પરંતુ તે તેને પણ ગુમાવી ચૂક્યો. પેન 38 રન બનાવીને આઉટ થયો. ઓસ્ટ્રેલિયા 310/8 (105.2)


ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયાને બીજા દિવસની પ્રથમ સફળતા અપાવી. ઉમેશે પેટ કમિંસને બોલ્ડ કર્યો. કમિંસે 19 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા 310/7 (105.)


પહેલી 10 ઓવરમાં જ ટિમ પેન (32) અને પૈટ કમિંસ (16)એ મળીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300 રન કરી દીધો. ઓસ્ટ્રેલિયા 300/6 (100.)


પહેલી 8 ઓવરમાં ઇશાંત શર્મા અને મોહમંદ શમીએ સારી બોલીંગ કરી પરંતુ તે વિકેટ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા. જોકે ટિમ પેન અને પૈટ કમિંસ ખુલીને બેટીંગ ન કરી શક્યા પરંતુ તે તક મળતાં જ રન ફટકારતા રહ્યા. ઓસ્ટ્રેલિયા 298/6 (98)

જાણકારીઃ પર્થમાં જ્યાં મેચ રમાઈ રહી છે, તે 'ડ્રોપ ઈન પીચ' શું છે?


ટીમ ઇન્ડિયાએ પહેલી પાંચ ઓવરમાં કોઇ વિકેટ ઝડપી નહી. ટિમ પેના અને પૈટ કમિંસે આ પાંચ ઓવરોમાં 14 રન બનાવી લીધા. તેમાં ટિમ પેનના બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. જોકે એવું ન હતું કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને કોઇ મુશ્કેલી પડી ન હતી. ભારતીય બોલરો, ઇશાંત અને મોહમંદ શમીએ પેન અને કમિંસને ઘણા બોલ પર મુશ્કેલીમાં મુકી દીધા હતા. 


બીજા દિવસે પીચ પર થોડી તિરાડો જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે બોલરોને વધુ મદદ મળશે. મેચના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાના બોલરોએ પર્થના ઓપ્ટસ મેદાનની ઘાસવાળી પિચ પર તે સહયોગ ન મળ્યો જેની તેમને આશા હતી. 


ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમત પુરી થઇ ત્યાં સુધી પોતાની પ્રથમ ઇનિંગમાં છ વિકેટના નુકસાને 277 રન બનાવી લીધા. ત્યાં સુધી પૈટ કમિંસ (11) અને કેપ્ટન ટિપ પેન (16) અણનમ રહ્યા. મેજબાન ટીમ માટે ઓપનર બોલર એરોન ફિંચ (50) અને માર્ક્સ હૈરિસ (70)એ દમદાર પ્રદર્શન કર્યું અને પહેલી વિકેટ માટે 112 રનોનો ભાગીદારી કરી. આ ઉપરાંત ટ્રેવિસ હેડે 58 અને શોન માર્શે 45 તનનું યોગદાન આપ્યું હતું. 

INDvsAUS Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 277/6


ઉમેશ અને હનુમા વિહારીને મળ્યું સ્થાન
આ પહેલા યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઈજાને કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા અને તેના સ્થાને ઉમેશ યાદવ અને હનુમા વિહારીને તક મળી હતી. તો ઓસ્ટ્રેલિયાએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રવાસી ટીમે એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ  31 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવેલી છે. 


ટીમ
ભારતીય ટીમઃ વિરાટ કોહલી, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 


ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ, માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પૈટ કમિન્સ, નાથન લાયન, જોશ હેઝલવુડ.