IND vs AUS, 1st Test: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે એક ખેલાડીના ન હોવાના કારણે ટીમ ઈન્ડિયાની તાકાત અડધી થઈ ગઈ છે. ઈયાન ચેપલનું માનવું છે કે ઋષભ પંતની હાજરીથી પેટ કમિન્સ અને તેમના સાથીઓની રાતોની ઊંઘ ઉડી જતી હતી. પરંતુ આમ છતાં ગુરુવારે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાં ભારત જીતના પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરશે. ઋષભ પંત ડિસેમ્બર 2022ના અંતમાં કાર દુર્ઘટનામાં ઘાયલ થયો હતો. ત્યારબાદ તેના ઘૂંટણ અને એડીના અનેક ઓપરેશન કરાવવા પડ્યા. ઋષભ પંતને હજુ પણ હોસ્પિટલમાંથી રજા મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીના ન હોવાથી ટીમ ઈન્ડિયાની તાકાત ઘટી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું કે, ભારતને વાસ્તવમાં ઋષભ પંતની કમી નડશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ખુશ થશે. ઋષભ પંત જવાબી હુમલો કરનારો ખેલાડી છે. ઋષભ પંત એક એવો ખેલાડી છે જે તમારા ખેલાડીઓને સતર્ક રાખે છે, ઝડપથી સ્કોર કરે છે અને એક સેશનમાં મેચનું પાસું પલટી નાખે છે. ઈયાન ચેપલે વધુમાં કહ્યું કે રવિચંદ્રન અશ્વિન નિશ્ચિતપણે મોટું જોખમ હશે પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટર્સે તેમના વિરુદ્ધ સક્રિય વલણ અપનાવવું જોઈએ. 


ચોંકાવનારું નામ
ઈયાન ચેપલે કહ્યું કે 'રવિચંદ્રન અશ્વિનથી જોખમ કેમ હોઈ શકે છે? કારણ કે તે સ્માર્ટ ખેલાડી છે. અશ્વિન હંમેશા તમારા માટે સમસ્યા પેદા  કરશે. હવે જો તમે તેને એ રીતે બોલિંગ કરવા દેશો જે રીતે તે કરવા ઈચ્છે છે તો તમે પરેશાનીમાં મૂકાઈ જશો. તે ઓસ્ટ્રેલિયા માટે જોખમ રહેશે. ઓસ્ટ્રેલિયનોએ તેના વિરુદધ સક્રિયા વલણ અપનાવવું પડશે.' ચેપલે કહ્યું કે તમારે સક્રિય વલણ અપનાવવા અંગે વિચારવું પડશે. જો તમે તમારી શરતો પર નથી રમી રહ્યા તો આગળ જઈને પરેશાનીમાં મૂકાશો. તમારે એક-બે રન લઈને સ્ટ્રાઈક રોટેટ કરવી પડશે. તેણે (અશ્વિન) ત્યારે તે બેટર માટે પોતાની રણનીતિ બદલવી પડશે. ટેસ્ટ ક્રિકેટમાં 450થી વધુ વિકેટ લેનારા નાથન લોયન જાણે છે કે ભારતમાં કેવી રીતે બોલિંગ કરવાની છે પરંતુ ચેપલ ઈચ્છે છે કે જમણેરી બેટર્સ માટે તેમના બોલ બહારની બાજુ ટર્ન લે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube