નવી દિલ્હીઃ India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેન ટેસ્ટ મેચમાં 3 વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 328 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 7 વિકેટે 329 રન બનાવ્યા. આ રીતે ભારતે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયામાં લોકો શુભેચ્છાઓ આપી રહ્યાં છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (Narendra Modi) એ ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત પર શુભેચ્છા આપી છે. પીએમે ટ્વીટ કરીને કહ્યુ કે, અમે બધા ભારતીય ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયામાં સફળતા પર ખુશ છીએ. 


પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, અમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર ખુબ ખુશ છીએ. તેની ઉર્જા અને જનૂન રમત દરમિયાન જોવા મળી રહ્યું છે. તેમનો દ્રઢ ઈરાદો, ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ જોવા મળ્યો. ટીમને શુભેચ્છા. તમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube