IND vs AUS: ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં માર્કસ હેરિસ અને ક્રિસ ટ્રીમેન શામેલ, રેનશો બહાર
આ ટીમમાં વિક્ટોરિયાના બેટ્સમેન માર્કસ હેરિસ અને ન્યૂ સાઉથ વેલ્સના ક્રિસ ટ્રીમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 26 વર્ષના હેરિસ બેટિંગ અને 27 વર્ષનો ટ્રીમેન ફાસ્ટ બોલર છે.
મેલબર્ન: ઓસ્ટ્રેલિયા અને ભારતની સામે યોજાવનારી ટેસ્ટ સીરીઝની પહેલી બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં વિક્ટોરિયાના બેટ્સમેન માર્કસ હેરિસ અને ન્યૂ સાઉથ વેલ્સના ક્રિસ ટ્રીમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 26 વર્ષના હેરિસ બેટિંગ અને 27 વર્ષનો ટ્રીમેન ફાસ્ટ બોલર છે. હેરિસે અત્યાર સુધી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. જ્યારે ટ્રીમેન ચાર વને-ડે મેચ રમી ચુક્યો છે. પરંતુ તેને પણ આ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરવાનું છે. બંને દેશોની વચ્ચે પહેલી ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરૂ થશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ગુરૂવારે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સીએના રાષ્ટ્રીય પસંદગીકર્તા ટ્રેવર હોન્સે કહ્યું કે હેરિસે તેની ક્ષમતાના દમ પર ટીમમાં સ્થાન હાંસલ કર્યું છે. વિક્ટોરીયા માટે શેફીલ્ડ શીલ્ડે શાનદાર શરૂઆત કરવા અને તેને બનાવી રાખવા માટે ટીમમાં જગ્યા મળી છે. તેમણે ના માત્ર સારા રન બનાવ્યા, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં મહત્વન રાખનારી માનસિક મજબૂતીનો પણ પુરાવો આપ્યો છે.
હેરિસે આ વર્ષે શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટમાં 87.50ની સરેરાથી 437 રન બનાવ્યા હતા. તેમણે ગત મહિને ન્યૂ શાઉથ વેલ્સની સામે મેલબર્નમાં 250 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ટ્રીમેને ગત 4 પ્રથમશ્રેણી મેચમાં ત્રણ વાર 5-5 વિકેટ લીધી છે.
હેડ્સકોમ્બની વાપસી, મેટ રેનશાં બહાર
આ ઉપરાંત પીટર હેડ્સકોમ્બને પણ ટીમમાં પરત બોલાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે, કે ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ઉસ્માન ખ્વાજા પણ સંપૂર્ણ રીતે ફિટ થઇ જશે. હોન્સનું કહેવું છે કે ટેસ્ટ મેચની શરૂઆત પહેલા 14 સભ્યો ટીમમાંથી ઘટાડી ફાઇનલ 12 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવશે. તેમાં સામેલ બે ખેલાડીઓને શેફીલ્ડ શીલ્ડ માટે મોકલવામાં આવશે. ત્યારે, અનુભવી ખેલાડી મેટ રેનશોને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
ભારતીય ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્તાન), મુરલી વિજય, કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા. ઋષભ પંત, પાર્થિવ પટેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.
આસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ મેચોનું શેડ્યૂઅલ
તારીખ | મેચ | સ્થાન |
6 ડિસેમ્બર | પ્રથમ ટેસ્ટ | એડિલેડ |
14 ડિસેમ્બર | બીજી ટેસ્ટ | પર્થ |
26 ડિસેમ્બર | ત્રીજી ટેસ્ટ | મેલબર્ન |
3 જાન્યૂઆરી | ચોછી ટેસ્ટ | સિડના |