India vs Australia: વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયામાં છઠ્ઠી સદી, સચિનના રેકોર્ડની કરી બરોબરી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જારી છે. તેણે પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી.
પર્થઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે સવારે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 25મી સદી પૂરી કરી હતી. કોહલીએ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે મિશેલ સ્ટાર્કના બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. કોહલીની સદીને કારણે ભારત પ્રથમ ઈનિંગમાં 283 રન બનાવી શકી હતી. કોહલી 123 રન બનાવી આઉટ થયો બતો.
આ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની છઠ્ઠી ટેસ્ટ સદી છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારવાના સચિ તેંડુલકરના ભારતીય રેકોર્ડની બરોબરી કરી છે. સચિને ઓસ્ટ્રેલિયામાં છ ટેસ્ટ સદી ફટકારી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસકરના નામે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ ટેસ્ટ સદી છે. તો સ્ટાઇલિશ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ચાર સદીની સાથે ચોથા ક્રમે છે. આમ તો કોહલીની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ સાતમી સદી છે. કોહલીએ 2013મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં પણ સદી ફટકારી હતી.
રેકોર્ડની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારનાર સચિને 11 સદી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકારી છે. કોઈપણ ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સર ડોનલ્ડ બ્રેડમેનના નામે છે. બ્રેડમેને પોતાના કરિયરની 29 ટેસ્ટ સદીમાંથી 19 સદી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી. એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારવાનો ભારતીય રેકોર્ડ સુનીલ ગાવસકરના નામે છે, તેમણે 34માંથી 13 ટેસ્ટ સદી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફટકારી હતી.
વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય બની પીવી સિંધુ, ઓકુહારાને હરાવી બની ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયામાં કોઈપણ વિદેશી બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જૈક હોબ્સના નામે છે. તેમણે 24 ટેસ્ટ મેચોની 45 ઈનિંગમાં 9 સદી ફટકારી હતી. સચિન અને વિરાટ 6 સદીની સાથે એશિયન બેટ્સમેનોમાં સૌથી આગળ છે.
આ સાથે કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટનોની યાદીમાં પણ બીજા સ્થાને આવી ગયો છે. કોહલીએ ઓસ્ટ3ેલિયાના બોબ સિમ્પનને પાછળ છોડી દીધો છે. સિમ્પને 1964મા 9 મેચોમાં 1018 રન બનાવ્યા છે. કેપ્ટનના રૂપમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી રન બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે, જેણે 2008મા 11 ટેસ્ટ મેચોમાં 1212 રન બનાવ્યા હતા.