મેલબોર્નઃ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મેચના પાંચમાં દિવસે ટીમ ઈન્ડિયાએ માત્ર 27 બોલ ફેંકીને ઓસ્ટ્રેલિયાની બાકીને બે વિકેટ ઝડપીને 137 રનથી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીતની સાથે ભારત ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ થઈ ગયું છે, હવે તે સિડનીમાં વિજય મેળવી લે તો આ ભારતનો ઓસ્ટ્રેલિયામાં  પ્રથમ શ્રેણી વિજય હશે. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે. તેણે કહ્યું કે, અમે અહીં રોકાવાના નથી, સિડનીમાં પણ વિજય પ્રાપ્ત કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ બાદ કેપ્ટન કોહલીએ ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે ખાસ કરીને મેન ઓફ ધ મેચ રહેલા જસપ્રીત બુમરાહ, ચેતેશ્વર પૂજારા અને પોતાના ટેસ્ટ કરિયરનો પ્રથમ મેચ રમી રહેલા મયંક અગ્રવાલની પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું, અહીં જીતીને અમારો વિશ્વાસ વધ્યો છે અને હવે સિડનીમાં પણ વધુ સકારાત્મકતા સાથે ઉતરશું. અમે સિરીઝનો અંતિમ ટેસ્ટ મેચમાં વિજય પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. 


તેણે કહ્યું, અમે આ પ્રવાસ પર અત્યાર સુધી જે બે ટેસ્ટમાં જીત મેળવી છે. અમે તમામ ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કર્યું છે. આજ કારણ છે કે, અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અમારી પાસે સુરક્ષિત રાખી છે. પરંતુ હજુ કામ પૂરુ થયું નથી. 



INDvsAUS: ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ત્રીજીવાર હરાવ્યું, આ રહ્યાં જીતના 5 હીરો


વિરાટે અહીં કહ્યું કે, હજુ સિરીઝની અંતિમ ટેસ્ટ રમવામાં ત્રણ દિવસ બાકી છે, પરંતુ ટીમની નજર હવે સિડની પર છે. વિરાટે કહ્યું, આ જીત બાદ અમે સંતુષ્ટ થવાના નથી. અમે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ જીતવા માટે પણ તૈયાર છીએ. 


પ્રથમ ઈનિંગના આધાર પર ઓસ્ટ્રેલિયા પર 292 રનની લીડ લીધા બાદ વિરાટે યજમાન ટીમને ફોલોઓન ન આપ્યું. મેચ બાદ જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, સારૂ થયું મેં કોઈ કોમેન્ટ ન વાંચી. લોકો મારા નિર્ણય પર શું વિચારી રહ્યાં છે. આ બધું તે વાત પર નિર્ભર કરે છે કે, એક ટીમ તરીકે અમે ડ્રેસિંગ રૂમમાં શું વિચારી રહ્યાં છીએ. અમે સ્પષ્ટ હતા કે, ત્રીજી ઈનિંગમાં અમારે બેટિંગ કરવી છે અને અહીં વધુ રન બનાવવા ઈચ્છતા હતા. કારણ કે પિચ વધુ ખરાબ થઈ રહી હતી અને અમે તેમ કર્યું. 


વિરાટે કહ્યું, હું હંમેશા માનું છું કે 400ની નજીક સ્કોર હંમેશા કોઈપણ ટીમ માટે પડકારજનક હોય છે અને ઓસ્ટ્રેલિયાને આ મુશ્કેલ પિચ પર આ સ્ટોર ચેઝ કરવામાં મુશ્કેલી આવશે.