India vs Australia WTC Final 2023: આઈસીસી વર્લ્ડ  ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2023) ના ફાઈનલ મુકાબલામાં ત્રીજા દિવસની રમત પૂરી થઈ અને આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા પોતાની બીજી ઈનિંગમાં 4 વિકેટ પર 123 રનથી આગળ રમવાનું શરૂ કરશે. માર્નસ લાબુશેન (41) અને કેમરુન ગ્રીન (7) રન સાથે રમી રહ્યા છે. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાને ભારત વિરુદ્ધ 296 રનની લીડ મળી ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. જો ભારતીય ટીમને આ મેચમાં જીત મેળવવી હોય તો તેણે 121 વર્ષ જૂનો રેકોર્ડ તોડવો પડશે. અત્રે જણાવવાનું કે આ WTC ફાઈનલ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અહીંનો રેકોર્ડ છે તે ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો જ ચેઝ થઈ શક્યો છે. આ ટાર્ગેટ પણ આજથી 121 વર્ષ પહેલા એટલે કે 1902માં ચેઝ થયો હતો. ત્યારે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવ્યું હતું. 


ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઓવલના આ મેદાન પર આ રેકોર્ડ અકબંધ છે. જો આ વખતે ભારતીય ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીતવો હોય તો આ રેકોર્ડ તોડવો જ પડશે. જો કે 121 વર્ષનો સમયગાળો ખુબ લાંબો હોય છે. આ દરમિયાન પીચમાં ઘણા ફેરફાર થયા છે. આ ઈનિંગમાં જો વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા, અજિંક્ય રહાણે જેવા બેટ્સમેન પરફોર્મ કરે તો આ રેકોર્ડ તૂટી પણ શકે છે. 


ઓવલમાં ચેઝ થયેલા મોટા ટાર્ગેટ


263/9   -  ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવ્યું- 11 ઓગસ્ટ 1902 
255/2   - વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું -  22 ઓગસ્ટ 1963
242/5   -  ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું -  10 ઓગસ્ટ 1972
226/2   -   વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યુંૃ  4 ઓગસ્ટ 1988


રહાણેની જાડેજા અને શાર્દુલ સાથે મોટી ભાગીદારી
WTC ફાઈનલ મુકાબલામાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઈનિંગમાં 469 રન કર્યા. ત્યારબાદ ત્રીજા દિવસે ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં ફક્ત 296 રન કરી શકી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત ટોપ-5 ખેલાડીઓ ખરાબ રીતે ફ્લોપ રહ્યા. જેમાં ચેતેશ્વર પૂજારા અને વિરાટ  કોહલી પણ સસ્તામાં આઉટ થઈ ગયા. પરંતુ એક બાજુ અજિંક્ય રહાણે ડટી રહ્યો અને તેણે 89 રન કર્યા. રહાણેને પહેલા સ્ટાર સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સાથ આપ્યો અને 48 રને જાડેજા આઉટ થયા બાદ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે પણ સારો સાથ આપ્યો હતો. 


ગુજરાતમાં આવેલું આ હિલ સ્ટેશન જોયું છે? જ્યાંથી દેખાય છે દરિયો, જુઓ Photos


હોસ્ટેલના બાથરૂમમાં ન્હાતી વખતે છોકરીએ કરી એવી હરકત!, માફી માંગવી પડી


મેચમાં ઓસ્ટ્રેલિયાને કુલ 296 રનની લીડ મળી
અત્રે જણાવવાનું કે WTC ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઈનિંગમાં 469 રન કર્યા અને ભારતે બીજી ઈનિંગમાં 296 રન જ કરતા ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગના આધારે 173 રનની લીડ મળી. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાને ભારત પર મહત્વની કુલ 296 રની લીડ મળી ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube