ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે 280 રનથી જીતી લીધી. આ મેચમાં પંતે લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી. ચેન્નાઈ ટેસ્ટમાં પંતે શાનદાર કમબેક કર્યું. દરેક ક્રિકેટ પ્રેમી પંતનું આ કમબેક જોઈને ખુશ થયા. કેપ્ટન રોહિત શર્માથી લઈને પ્લેયર ઓફ ધ મેચ બનેલા આર અશ્વિને પંતના વખાણ કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચની પહેલી બીજી ઈનિંગ દરમિયાન પંત જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. પંત બાંગ્લાદેશની ટીમની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો. પંતનો આ મજેદાર વીડિયો ફેન્સને ખુબ પસંદ પડ્યો. હવે મેચ બાદ પંતે પોતે ખુલાસો કર્યો કે આખરે તેણે બાંગ્લાદેશની ફિલ્ડિંગ કેમ સેટ કરી હતી. 



પંતનો ખુલાસો
ભારતીય ટીમ જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહી હતી ત્યારે ક્રીઝ પર ઋષભ પંત હતો. આ દરમિયાન પંત બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો પણ જોવા મળ્યો. પંતનો આ અંદાજ બધાને ગમ્યો. એટલું જ નહીં પંતના કહેવા પર મહેમાન ટીમ પોતાની ફિલ્ડિંગ સેટ કરતી પણ જોવા મળી. 



મેચ બાદ પંતે કહ્યું કે, ક્રિકેટને કેવી રીતે સારું બનાવવામાં આવે તે અંગે અમે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ, પછી ભલે તે આપણી ટીમ હોય કે બીજી કોઈ ટીમ. ત્યાં કોઈ ફીલ્ડર નહતો, જ્યારે બે ફિલ્ડર એક જગ્યા પર ઊભા હતા. ત્યારબાદ મે કહ્યું કે ત્યાં એક જ ફીલ્ડર રાખવાનો છે. 


પંતની શાનદાર સદી
અત્રે જણાવવાનું કે બીજી ઈનિંગમાં ઋષભ પંતે કમાલની ઈનિંગ ખેલી. પંતે 128 બોલમાં 109 રન કર્યા. જેમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. પહેલી ઈનિંગમાં પંતે 39 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા અને ફેન્સને પંતના ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રકારના શાનદાર કમબેકની જ  આશા હતી. હવે પંત આગામી ટેસ્ટ મેચમાં ધમાલ મચાવશે એવું ફેન્સ અપેક્ષા રાખી રહ્યા છે.