બર્મિંઘમઃ વિશ્વકપમાં મંગળવાર (2 જૂલાઈ)એ બે એશિયન દેશોની મજબૂત ટીમોનો આમનો-સામનો થશે. ભારત અને બાંગ્લાદેશની ટીમો એજબેસ્ટનમાં મુકાબલો કરશે. ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 3 કલાકે શરૂ થશે. ભારતીય ટીમ વિશ્વકપમાં અત્યાર સુધી સાત મેચ રમી ચુકી છે. તેમાંથી એકમાં તેને હાર મળી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બાકી પાંચમાં ભારતનો વિજય થયો છે અને તેની પાસે 11 પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ બાંગ્લાદેશની પાસે 7 મેચોમાં 7 પોઈન્ટ છે. વિજય શંકર ટીમ ઈન્ડિયાનો બીજો ખેલાડી છે જે વિશ્વકપમાંથી બહાર થયો છે. તેની જગ્યા મયંક અગ્રવાલ લેશે. પરંતુ તે બાંગ્લાદેશ વિરુદ્દ મેદાનમાં ઉતરશે નહીં. બાંગ્લાદેશ માટે સારા સમાચાર છે કે મિડલ ઓર્ડર બેટ્સમેન મબમૂદઉલ્લાહ ફિટ થઈ ગયો છે. આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન.. 


ટીમ ઈન્ડિયાઃ જાધવના સ્થાને જાડેજા સંભવ
કેદાર જાધવે અત્યાર સુધી વિશ્વકપમાં કોઈ નોંધનીય પ્રદર્શન કર્યું નથી. તેની ફીલ્ડિંગ પર પણ સવાલ ઉઠ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ વિરુદ્ધ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી જાડેજાને તક આપી શકે છે. જો પિચ બેટિંગ માટે અનુકૂળ રહી તો સંભવ છે કે દિનેશ કાર્તિકને તક મળે. 


આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. 


બાંગ્લાદેશઃ મહમૂદુલ્લાહ કરશે વાપસી
બાંગ્લાદેશ માટે મેચ પહેલા એક સારા સમાચાર આવ્યા છે. મિડલ ઓર્ડરમાં તેનો વિશ્વાસપાત્ર બેટ્સમેન મહમૂદુલ્લાહની વાપસી નક્કી છે. તેણે સોમવારે નેટ્સ પર ઘણો સમય પસાર કર્યો હતો. શાકિબ અલ હસને વધુ પ્રેક્ટિસ ન કરી પરંતુ તે ફિટ છે. તે વાતની સંભાવના ઓછી છે કે બાંગ્લાદેશ ટીમમાં વધુ ફેરફાર થશે. 


આ હોઈ શકે છે બાંગ્લાદેશની પ્લેઇંગ-11
તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, લિટન દાસ, મહમૂદુલ્લાહ, શબ્બીર રહમાન, મોસાદ્દિક હુસૈન, મેહદી હસન, મુશરફે મોર્તજા અને મુસ્તફિઝુર રહમાન. 


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર