મુંબઈઃ ટીમ ઈન્ડિયા વધુ એક ઘરેલૂ સિરીઝ માટે તૈયાર છે. આફ્રિકા બાદ હવે ભારત પાડોસી બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝ રમશે. આ સિરીઝ 3 નવેમ્બરથી શરૂ થવાની છે. આ સિરીઝ માટે ગુરૂવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈમાં ભારતીય પસંદગી સમિતિએ ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે 15 સભ્યોની જાહેરાત કરી છે. બીજીતરફ બે ટેસ્ટ મેચ માટે પણ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ નવેમ્બરથી શરૂ થતી ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમની આગેવાની કરશે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિતનો આગેવાનીનો રેકોર્ડ ખુબ સારો છે. તેની આગેવાનીમાં ભારતીય ટીમ 15માથી 12 મેચ જીતી છે. 


T-20: ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, વોશિંગટન સુંદર, ક્રુણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર. 


T-20: ભારત vs બાંગ્લાદેશ (તમામ મેચ સાંજે 7.00 કલાકથી)


પ્રથમ T20- 3 નવેમ્બર 2019, દિલ્હી


બીજી T20- 7 નવેમ્બર 2019, રાજકોટ


ત્રીજી T20- 10 નવેમ્બર 2019, નાગપુર


ટેસ્ટ મેચ: ભારત vs બાંગ્લાદેશ


પ્રથમ ટેસ્ટ: 14-18 નવેમ્બર 2019, ઇન્દોર


બીજી ટેસ્ટ: 22-26  નવેમ્બર 2019, કોલકત્તા


રિષભ પંત અને સંજૂ સેમસન બંન્નેની પસંદગી
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે રિષભ પંત અને સંજૂ સેમસન બંન્નેને પસંદ કરવામાં આવ્યા છે. કોહલી ટીમમાં ન હોવાથી સેમસનને બેકઅપ બેટ્સમેનના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. બીજીતરફ મનીષ પાંડે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. 


ઓલરાઉન્ડર શિવમ દુબેને તક
મુંબઈના 26 વર્ષના ઓલરાઉન્ડર શિવમ દુબેએ ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાનું સ્થાન લીધું છે. હકીકતમાં તેણે નાના ફોર્મેટમાં ઓલરાઉન્ડરના બીજા વિકલ્પમાં વિજય શંકરને પછાડી દીધો છે. 


ભારતીય ટેસ્ટ ટીમ
ટેસ્ટ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશ સિરીઝ માટે તે ખેલાડીઓને યથાવત રાખવામાં આવ્યા, જેને આફ્રિકા સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા હતા. શાહબાઝ નદીમને રાંચી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત કુલદીપના સ્થાને તક આપવામાં આવી હતી. હવે કુલદીપ સ્વસ્થ થતા નદીમ બહાર થઈ ગયો છે. 


વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત.