રાજકોટમાં અનોખી સદી ફટકારશે રોહિત, આમ કરનાર દેશના પહેલાં ખેલાડી બનશે
ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) મુકાબલામાં ઉતરશે તો કેપ્ટન રોહિત શર્મા એક નવો રેકોર્ડ બનાવશે. તે આ મેચમાં ઉતરતાં જ 100 થી ટી20 મેચ રમનાર પ્રથમ ભારતના પ્રથમ ક્રિકેટર બની જશે. રોહિત શર્મા (Rohit Sharma) એ રવિવારે પોતાની 99મી ટી20 મેચ રમી હતી.
નવી દિલ્હી: ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) મુકાબલામાં ઉતરશે તો કેપ્ટન રોહિત શર્મા એક નવો રેકોર્ડ બનાવશે. તે આ મેચમાં ઉતરતાં જ 100 થી ટી20 મેચ રમનાર પ્રથમ ભારતના પ્રથમ ક્રિકેટર બની જશે. રોહિત શર્મા (Rohit Sharma) એ રવિવારે પોતાની 99મી ટી20 મેચ રમી હતી. તે આ મેચમાં વધુ રન બનાવી ન શક્યા અને ભારત મેચ હારી ગયું હતું. બંને ટીમો વચ્ચે ટી20 સીરીઝની બીજી મેચ ગુરૂવારે રાજકોટમાં રમાશે.
રોહિત શર્માએ આ સીરીઝ પહેલાં 98 ટી20 મેચ રમ્યા હતા. આટલી જ મેચ એમએસ ધોની (MS Dhoni) એ પણ રમ્યા છે. આ પ્રકારે સીરીઝ પહેલાં રોહિત અને ધોની બરાબરી પર હતા. હવે રોહિત પોતાના પૂર્વ કેપ્ટનને પાછળ છોડી ચૂક્યા છે. હવે તેમના નિશાના પર શાહિદ આફરીદી (Shahid Afridi) છે. પાકિસ્તાનના આ ઓલરાઉન્ડરે 99 મેચ રમી છે. રોહિત જેવી જ ગુરૂવારે મેચ રમશે, એટલે આફરીદીથી આગળ નિકળી જશે.
મલિકના નામે વર્લ્ડ રેકોર્ડ
દુનિયામાં સૌથી વધુ ટી20 મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના શોએબ મલિક (Shoaib Malik)ના નામે છે. તે 111 ટી20 મેચ રમી ચૂક્યા છે. રોહિત શર્મા અને આફરીદી આ મામલે સંયુક્ત રીતે બીજા ક્રમ પર છે. બંને 99-99 ટી20 મેચ રમી ચૂક્યા છે. રોહિત પાસે હવે આફરીદીને પાછળ છોડવાની તક છે.
કોહલીથી આગળ છે સુરેશ રૈના
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્માએ સૌથી વધુ 99મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. એમએસ ધોની (98) બીજા નંબર પર છે. ભારતીય ખેલાડીઓમાં રોહિત અને ધોની પછી સૌથી વધુ મેચ સુરેશ રૈનાએ રમી છે. તે 78 મેચ રમી ચૂક્યા છે. વિરાટ કોહલી (72) ચોથા અને યુવરાજ સિંહ (58) પાંચમા નંબર પર છે.
ટી20ના ટોપ સ્કોરર છે રોહિત
રોહિત શર્મા 99 મેચોમાં 2452 રન બનાવી ચૂક્યા છે. તે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલી (Virat Kohli) આ મામલે બીજા નંબર પર છે. તેમના નામે 72 મેચોમાં 2450 રન બનાવ્યા છે. રોહિત શર્માએ વિરાટને ગત મેચમાં માત આપી છે. રોહિત શર્માના નામે ટી20 ક્રિકેટમાં સૌથી સિક્સર ફટકારી છે. તેમણે 106 સિક્સર ફટકારી છે.