ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં મળેલી હારના કારણો અંગે ચર્ચા કરી. રાહુલ દ્રવિડે કહ્યું કે આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને એટલા માટે હાર મળી કારણ કે પહેલી ઈનિંગમાં કોઈ પણ બેટસે મોટી સદી બનાવી નહીં અને ટીમે 70-80 રન બોર્ડ પર ઓછા કર્યા. ભારતને પહેલી ઈનિંગના આધારે 190 રનની લીડ મળી હતી જેને રાહુલ દ્રવિડ ઓછી ગણી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડને હારના કારણો વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "હું આજે તેમનુ મૂલ્યાંકન કરવા માટે એટલો કઠોર નહીં બનું, ખરેખર મને લાગે છે કે અમે પહેલી ઈનિંગમાં બોર્ડ પર 70 રન ઓછા છોડ્યા હતા. જ્યારે બીજા દિવસે બેટિંગ કરવા માટે પરિસ્થિતિ ઘણી સારી હતી, અમે સારી શરૂઆત કરી, પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં." બીજા દિવસે ભારતના 3 બેટર 80 પ્લસ રન બનાવીને આઉટ થયા. 


હેડ કોચ રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે "અમારી પાસે કોઈ એવો નહતો કે જે અમારા માટે મોટી સદી ફટકારી શકે. બીજી ઈનિંગ હંમેશા પડકારજનક રહે છે. અમે ચેઝની નજીક આવી ગયા પરંતુ જીત માટેની લાઈન ક્રોસ કરી શક્યા નહીં. આપણે વધુ સારા બનવું પડશે." ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલ 80 રન, કેએલ રાહુલ 86 અને રવિન્દ્ર જાડેજા 87 રન કરીને આઉત થયા. ટીમે 436 રન કર્યા હતા પરંતુ દ્રવિડને લાગે છે કે ટીમે  ઓછામાં ઓછા 500 રન કરવા જોઈતા હતા. 


દ્રવિડે ઈંગ્લેન્ડના બેટર ઓલી પોપના ખુબ વખાણ કર્યા. જેણે બીજી ઇનિંગમાં 196 રન કરીને જીતનો પાયો મજબૂત કર્યો. દ્વવિડે કહ્યું કે "અમારે 230 રનનો પીછો કરવો ન પડત પરંતુ ઓલી પોપ આવ્યો અને શાનદાર ઈનિંગ રમ્યો. ખેલમાં આ અંતર હતું. મે ચોક્કપણ કોઈને સતત અને સફળતાપૂર્વક આમ કરતા જોયા નથી. ખાસ કરીને રિવર્સ સ્વીપ; આલા લાંબા સમય સુધી અને સફળતાપૂર્વક રમવા બદલ તેમને સલામ."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube