Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે 3 મેચની સિરીઝની બીજી વન ડે (ODI) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિમય પર રમાઈ હતી. ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવી સિરીઝ 1-1 થી બરાબરી કરી છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટ પર 336 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 43.3 ઓવરમાં 4 વિકેટ પર 337 રન બનાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંગ્લેન્ડ (England) માટે જોની બેયરસ્ટોએ 112 બોલ પર 124 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સે 52 બોલ પર 99 રનોની ઇનિંગ રમી છે. જેસન રોયે 52 બોલમાં 55 રન બનાવ્યા છે. લિયમ લિવિંગસ્ટોન 21 બોલમાં 27 અને ડેવિડ મલાન 23 બોલ પર 16 રન બનાવી નાબાદ રહ્યા. ઈયોન મોર્ગનની જગ્યાએ આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા જોસ બટલર ખાતું ખોલાવી શક્યા ન હતા. ભારત (India) માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.


આ પણ વાંચો:- Ind Vs Eng: વન-ડેમાં વિરાટ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ, મેળવી મોટી સિદ્ધિ


મેચમાં બંને ટીમોએ કુલ 34 સિક્સ ફટકારી હતી, જેમાં ઇંગ્લેન્ડ તરફથી 20 અને ભારત તરફથી 14 સિક્સ ફટકારવામાં આવી છે. બેન સ્ટોક્સે સૌથી વધુ 10 અને ઋષભ પંત- જોની બેયરસ્ટોએ 7-7 સિક્સ ફટકારી હતી. આ પહેલા ટીમ ઇન્ડિયા માટે કેએલ રાહુલે 108, ઋષભ પંતે 77 અને વિરાટ કોહલીએ 66 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરોમાં 16 બોલ પર 36 રન બનાવ્યા હતા. તેણે 4 સિક્સ ફટકારી હતી. રોહિત શર્મા 25 રન બનાવી આઉટ થયો હતો. શિખર ધવન 4 રન જ બનાવી શક્યો. ક્રૃણાલ પંડ્યાએ નાબાદ 12 રન બનાવ્યા હતા.


આ પણ વાંચો:- ધોનીએ લોન્ચ કરી CSK ની નવી જર્સી, ભારતીય સેનાને સન્માન આપતાં ફેન્સએ કરી સલામ


પંતે 28 બોલમાં જ અર્ધસદી ફટકારી હતી. એવું લાગી રહ્યું હતું કે, તે સદી ફટકારશે, પરંતુ 77 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. આ તેનો વન ડે ક્રિકેટમાં હાઇએસ્ટ સ્કોર છે. આ પહેલા તેણે વેસ્ટઇન્ડિઝ સામે 71 રન બનાવ્યા હતા. રાહુલે 7 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. રાહુલ અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 121 રનોની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે પંતની સાથે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube