IND vs ENG: શિખર ધવન અને અક્ષર પટેલ બહાર, કેપ્ટન કોહલી પર ગુસ્સે થયા ફેન્સ
ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં ઓપનર શિખર ધવનને ટીમમાંથી બહાર કરી દીધો. તેના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી છે.
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narednra Modi Stadium Ahmedabad) માં ચાલી રહેલ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પર્દાપણ કરવાની તક મળી છે. આ બન્નેને શિખર ધવન અને અક્ષર પટેલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વાતથી ક્રિકેટ ફેન્સ નિરાશ છે અને કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે.
ધવન અને અક્ષરનું આવુ હશે રિએક્શન
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube