લંડનઃ ભારતીટ ટીમ અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ લોર્ડના ઐતિહાસિક મેદાનમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમ 35.2 ઓવરમાં 107 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યાર બાદ જવાબમાંઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 5 વિકેટ ગુમાવીને 257 રન બનાવી ચુકી છે. હાલ ઇંગ્લેન્ડ પાસે 250 રનની લીડ છે. ઉપરાંત લાઇટિંગની સમસ્યાના કારણે રમત અટકેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઇ રહ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 35.2 ઓવરમાં 107 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન અશ્વિને (29) બનાવ્યા. આ સિવાય કેપ્ટન કોહલીએ 23 રન બનાવ્યા હતા. 


ઈંગ્લેન્ડ તરફતી જેમ્સ એન્ડરસને 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી. ક્રિસ વોક્સને બે સફળતા મળી. સ્ટુઅર્ડ બ્રોડ અને સેમ કરનને એક-એક વિકેટ મળી. આ મેચમાં ફિલ્ડિંગ સિવાય તમામ વસ્તુઓ ઈંગ્લેન્ડના પક્ષમાં રહી. ઈંગ્લેન્ડના ફિલ્ડરોએ જો કેચ ઝડપી લીધા હોત તો ભારત આ પહેલા આઉટ થઈ ગઈ હોત અને ઈંગ્લેન્ડને પણ બેટિંગ કરવાની તક મળત. 


ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી અને મેચની પ્રથમ ઓવરમાં જેમ્સ એન્ડરસને એક શાનદાર બોલ દ્વારા વિજયને બોલ્ડ કર્યો. મુરલી જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર શૂન્ય હતો. 7મી ઓવરમાં એન્ડરસને રાહુલને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો. રાહુલ 8 રન બનાવી આઉટ થયો. 


વરસાદ બાદ જ્યારે પૂજારા 9મી ઓવરમાં રનઆઉટ થયો તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ હતી. વરસાદ રોકાયા બાદ મેચ ફરી શરૂ થયો અને માત્ર બે ઓવપ ફેંકાઇ. આ દરમિયાન ભારતે ચેતેશ્વર પૂજારા (1)ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી. તેને ઓલી પોપે રનઆઉટ કર્યો. 


વિરાટ કોહલીના રૂપમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો, જ્યાકે તેને ક્રિસ વોક્સે જોસ બટલરના હાથે કેચઆઉટ કરાવ્યો. વિરાટ 23 રન બનાવી આઉટ થયો હતો. તેણે 57 બોલમાં બે બાઉન્ટ્રી ફટકારી હતી. હાર્દિક પંડ્યા આઉટ થનારો પાંચમો બેટ્સમેન બન્યો. તેની વિકેટ વોક્સે ઝડપી હતી. પંડ્યાએ 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ દિનેશ કાર્તિક પણ 1 રન બનાવી કરનની બોલિંગમાં બોલ્ડ થયો. રહાણે એન્ડરસનનો શિકાર બન્યો. તેણે 18 રન બનાવ્યા હતા. 


કુલદીપ યાદવને એન્ડરસને શૂન્ય પર આઉટ કર્યો. અશ્વિનની ઈનિંગનો અંત બ્રોડે 96 રનના કુલ સ્કોરે કર્યો. તેણે 38 બોલમાં ચાર બાઉન્ટ્રી ફટકારી હતી. 10 રને અણનમ રહેનારા શમીએ ટીમનો 100ને પાર પહોંચાડ્યો હતો. એન્ડરસને ઈશાંત શર્માને આઉટ કરીને પોતાના પાંચ વિકેટ પૂરી કરી અને ભારતીય ઈનિંગને સમાપ્ત કરી હતી.