INDvsENG: છેલ્લી ટેસ્ટે પહેલા અજિંક્ય રહાણેએ સીરીઝ હાર માટે જાણો કોને દોષી ઠહેરાવ્યા
ભારત આ સીરીઝને પહેલાથી જ હારી ચક્યું છે અને તેના માટે ટીમના ઉપ-કેપ્તાન અજિંક્ય રહાણેએ ભારતના બેટ્સમેનોને દોષી ગણાવ્યા છે
લંડન: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી મેચ આજે (7 સપ્ટેમ્બર) ઓવલમાં રમાવવાની છે. ભારત આ સીરીઝને પહેલાથી જ હારી ચક્યું છે અને તેના માટે ટીમના ઉપ-કેપ્તાન અજિંક્ય રહાણેએ ભારતના બેટ્સમેનોને દોષી ગણાવ્યા છે. ઉપ-કેપ્તાન અજિંક્ય રહાણેએ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ હારવા માટે ગુરૂવારે ભારતીય ટીમના બેટ્સમેનની લાઇન-અપની નિષ્ફળતાને દોષી ગણાવી જે બોલરોનો સાથ આપી શક્યા નહી.
ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝમાં સત્તત બીજી ઇંનિગમાં સમેટાઇ ગઇ હતી. જેમાં ઇંગ્લેન્ડે 3-1ની જીત હાંસલ કરી લીધી હતી. અજિંક્ય રહાણેએ પાંચમી અને છેલ્લી ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, ઇંગ્લેન્ડમાં સંયમ સૌથી મહત્વની વસ્તું છે. ભલે જ તમે બેટિંગ કરો કે બોલીંગ. તમારે લાંબા સમય સુધી એક જ ક્ષેત્રમાં બોલીંગ કરવી પડે છે. અને સાથે બેટિંગ સમયે તમારે લાંબા સમય સુધી બોલને છોવડો પડે છે.
રહાણેએ કહ્યું હતું કે, ‘‘અમને ખરાબ લાગી રહ્યું છે કે, જ્યારે અમારા બોલર આટલી સારી બોલીંગ કરે છે અને અમે તેમને સમર્થન કરવા માટે એકજૂથ બેટિંગ કરવામાં અસફળ થઇ જઇએ છે. જોકે અમારા ખેલાડીઓ ઘણા અનુભવી છે. મને લાગે છે કે બેટિંગ ગ્રૂપના સ્વરૂપે અમે નબળા રહ્યાં છીએ.’’
વધુમાં રહાણેએ કહ્યું હતું કે, ‘‘જ્યારે તમે પ્રવાસ પર જાઓ છો. ત્યારે તમે ઘણી મહેનત કરો છો અને સારી તૈયારી કરો છો. પરંતુ એક વિભાગ સારુ પ્રદર્શન કરે છે તો તમારી જવાબદારી બીજા ગ્રુપને સહયોગ કરવાની હોય છે.’’
પોતાની બેટિંગ વિશે વાત કરતા રહાણેએ કહ્યું હતું કે, ‘‘મે વધારે રન બનાવ્યા નથી, પરંતુ મે પાછળની બે મેચોમાં 50 અને 80 જેવા રન બનાવ્યા હતા. હું જે રીતે બેટિંગ કરી રહ્યો છું, હું બોલને સારી રીતે રમી રહ્યો છું. બટિંગ કરવી આત્મવિશ્વાસની વાત હોય છે. હું મારી ટીમ માટે સારુ યોગદાન આપવા માગું છું.’’
અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે, ‘‘આ છેલ્લી મેચમાં હું નિશ્ચિત રૂપથી પોતાનું સર્વશ્રેષ્ઠ પર્દર્શન કરીશ અને મેં મારી જાતને ઘણી સારી રીતે તૈયાર કર્યો છે. તૈયારીઓ શરૂથી લઇને અત્યાર સુધી એક સરખી જ છે. ભલે તમે 3-1થી આગળ હોવ અથવા 1-3થી પાછળ હોવ. હું મારી બેટિંગની મજા ઉઠાવીશ.’’
તેણે કહ્યું કે, દુનિયાની નંબર 1 ટેસ્ટ ટીમ આ લાંબા પ્રવાસનું સમાપન જીતની સાથે કરવા માંગશે. રહાણેએ કહ્યું, ‘‘નિશ્ચિત રૂપે આ મહત્વની ટેસ્ટ છે. સીરીઝમાં અમે હજું 1-3થી પાછળ રહ્યાં છીએ અને અમે અમારું સર્વશ્રેષ્ઠ આપવાનું છે અને તેનું સમાપન જીતની સાથે કરવા માંગીએ છે. મને લાગે છે કે અમે સારું એવું મેચમાં રમ્યા પણ ઇંગ્લેન્ડના ખેલાડી અમારાથી વધારે સારા છે.’’
તેણ કહ્યું હતું કે, ‘‘ટેસ્ટ ક્રિકેટમાં તેમને દરેક સત્રમાં સૌ ટકા વધારે જ આપવું પડે છે. મને લાગે છે કે ઇંગ્લેન્ડે નાના અને મહત્વના સત્રમાં જીત હાંસલ કરી છે. તેઓ બોલીંગ ખરેખર સારી કરી રહ્યાં છે.’’
વધુમાં રહાણેએ કહ્યું હતું કે, ‘‘આ છેલ્લી ટેસ્ટ છે. અમે આ છેલ્લી ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરવા પર ધ્યાન આપીશું અને જો અમે આ ટેસ્ટ જીતી જઇએ છે તો આ ઘણું સારુ હશે કેમકે ત્યારે સીરીઝ 2-3થી હારીશું.