સાઉથમ્પટનઃ શરૂઆતી બે ટેસ્ટ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરનારી ભારતીય ટીમ ગુરૂવારથી અહીં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં પણ જીતની લય જાળવી રાખન બરોબરી કરવાના ઈરાદા સાથે ઉતરશે. એજબેસ્ટનમાં 31 રન અને લોર્ડસમાં ઈનિંગના અંતરથી હાર બાદ વિરાટ કોહલીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નોટિંઘમમાં ત્રીજી ટેસ્ટ 203 રને જીતી હતી. ભારતીય ટીમ હજુપણ પાંચ મેચોની શ્રેણીમાં 1-2થી પાછળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિંગ દમદાર, કોહલી શાનદાર
આ મેદાન પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમાઇ છે. ઈંગ્લેન્ડે શ્રીલંકા (2011) અને ભારત (2014) વિરુદ્ધ અહીં રમ્યું હતું અને ભારતને 266 રને હરાવ્યું હતું. ભારતીય ટીમ અહીં પોતાના છેલ્લા પ્રદર્શનમાંથી પ્રેરણા લઈ શકે છે. ભારતીય ફાસ્ટ બોલરોએ ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરની નબળાઇ ઉજાગર કરી દીધી છે. આ સિવાય કોહલી શાનદાર ફોર્મમાં છે અને ભારત માટે સોનુ સાબિત થયો છે. અત્યાર સુધી આ શ્રેણીમાં 46માંથી 38 વિકેટ ફાસ્ટ બોલરોએ ઝડપી છે. 


ગ્રીન ટોપ પિચ
ચોથી ટેસ્ટમાં ભારતને ગ્રીન ટોપ પિચ મળી શકે છે જે ફાસ્ટ બોલરોને મદદ કરી શકે છે. બેટિંગમાં પણ પ્રદર્શન સારૂ રહ્યું છે જેથી અંતિમ ઈલેવનમાં ફેરફારની કોઈ શક્યતા નથી. તેનાથી સંભવતઃ છેલ્લા 45 મેચોથી દરેક મેચમાં ફેરફારના સિલસિલા પર પણ પ્રતિબંધ લાગી શકે છે. તેની શરૂઆત 2014માં સાઉથમ્પટનમથી થઈ હતી. કોહલીએ 45માંથી 28 મેચમાં દર વખતે ફેરફાર કર્યા છે. ભારતીય ફાસ્ટ બોલરોએ મંગળવારે લાંબી બોલિંગ પ્રેક્ટિસ કરી પરંતુ બુમરાહ પ્રેક્ટિસમાં ન આવ્યો. ઉમેશ યાદવ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ બેટિંગની પ્રેક્ટિસ કરી. નોટિંઘમની પિચ સુકી હતી જેના પર બુમરાહને ઝડપ મળી શકી પરતું અહીં વિકેટ લીલી છે જે ઉમેશને પસંદ આવી શકે છે. 


અશ્વિનની ઈજાથી ચિંતા
જોવાનું તે છે કે ભારતીય ટીમ ફેરફાર કરે છે કે નહીં કારણ કે અશ્વિનની ફિટનેસને લઈને ચિંતા છે. તેણે સોમવારે બોલિંગ ન કરી પરંતુ મંગળવારે પ્રેક્ટિસ કરી હતી. જાડેજાએ બોલિંગ અને બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. અશ્વિન ફિટ નહીં હોય તો જાડેજાને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ટીમ મેનેજમેન્ટે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. જો અશ્વિન ન રમે તો ટીમ મેનેજમેન્ટ વધારાના બેટ્સમેનને ઉતારી શકે છે. કરૂણ નાયરે પણ બેટિંગનો અભ્યાસ કર્યો હતો. 


બેયરસ્ટોને ઈજા, વિન્સે બેકઅપ
આ વચ્ચે ઈંગ્લેન્ડ માટે જોની બેયરસ્ટોની ફિટનેસ ચિંતાનો વિષય છે. બેન સ્ટોક્સે ડાબા ઘુંટણ પર પટ્ટી બાંધીને બીજી સ્લિપમાં કેચિંગની પ્રેક્ટિસ કરી હતી. બોલર તરીકે તેની ફિટનેસને લઈને ચિંતા છે. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે પણ ઈજાને કારણે પ્રેક્ટિસ ન કરી. તેના પર નિર્ણય ગુરૂવારે લેવામાં આવશે. બેયરસ્ટોના કવર તરીકે બેટ્સમેન જેમ્સ વિન્સેને બોલાવવામાં આવ્યો છે. 


કુકનું ફોર્મ ચિંતાનો વિષય
ઈંગ્લેન્ડ માટે ચિંતા ઓપનિંગ જોડી છે. કીટોન જેનિંગ્સ પાંચ ઈનિંગમાં માત્ર 94 રન બનાવી શક્યો છે. તેની જગ્યાએ જેમ્સ વિન્સેને ઉતારી શકાય છે. એલેસ્ટેયર કુક પણ ફોર્મમાં નથી. તેણે પાંચ ઈનિંગમાં માત્ર 80 રન બનાવ્યા છે.