અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન એક એવો બનાવ બન્યો કે દરેક જણ હસી હસીને બેવડા વળી ગયા. બન્યું એવું કે મેચ દરમિયાન ઈંગ્લેન્ડની ઈનિંગ વખતે વિકેટ ઉપર વિકેટ ઉપરથી બેલ્સ ગાયબ થઈ ગઈ. જેના કારણે થોડીવાર મેચ રોકવી પડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ ત્યારબાદ એવી વાત જાણવા મળી કે દરેક જણ જાણીને હસી પડશે. કારણ કે બેલ્સ ક્યાંય ગાયબ નહતી થઈ પરંતુ વિકેટકિપર ઋષભ પંત (Rishabh Pant) ની પાસેથી મળી. ઈંગ્લેન્ડની ઈનિંગની 43મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરના બોલને બેન સ્ટોક્સે મિડવિકેટ તરફ ધકેલ્યો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ બોલને સીધો સ્ટમ્પ ઉપર થ્રો કર્યો. તો બેલ્સ ગાયબ થઈ ગઈ.


Narendra Modi Stadium પર Virat Kohli ધોનીના એવા રેકોર્ડની બરાબરી કરી બેઠો ...જે ફેન્સને જરાય નહીં ગમે 


IND vs ENG: રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ, આવું કરનાર દુનિયાનો પ્રથમ ઓપનર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube